Multibagger Stock: છપ્પરફાડ કમાણી! આ શેરે આપ્યું અધધ રિર્ટન, 1 લાખના બનાવી દીધા 1.95 કરોડ
આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા 1 લાખના બનાવી દીધા 1.95 કરોડ 5 વર્ષ પહેલા માત્ર 17 રૂપિયા હતો ભાવ Multibagger Stocks: બજેટ (Budget) વીકમાં…
ADVERTISEMENT
- આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા
- 1 લાખના બનાવી દીધા 1.95 કરોડ
- 5 વર્ષ પહેલા માત્ર 17 રૂપિયા હતો ભાવ
Multibagger Stocks: બજેટ (Budget) વીકમાં શેર બજાર (Share Market)માં પણ ધમાલ જોવા મળી રહી છે. બે દિવસ પછી દેશનું વચગાળાનું બજેટ (Interim Budget 2024) સંસદમાં રજૂ થશે અને તે પહેલા જ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો. બીએસઈના 30 શેરવાળા સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, તો NSEના નિફ્ટીમાં પણ 150 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. આ વચ્ચે અમે આપને એક એવા મલ્ટીબેગર શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો કોઈએ 5 વર્ષ અગાઉ આ કંપનીમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હશે, તે 1 લાખ રૂપિયાના આજે કરોડો રૂપિયા બની ગયા હશે. આ કંપનીના શેર રોકાણકારોને અધધ રિટર્ન આપ્યું છે.
શેરે 5 વર્ષમાં 195 ગણું રિટર્ન આપ્યું
અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે વારી રિન્યૂએબલ્સ ટેક્નોલોજી (waaree renewable technologies). આ કંપનીના શેરે 5 વર્ષમાં 195 ગણું રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા વારી રિન્યૂએબ્લ કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત, તો આજે તેની કિંમત 1.95 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હોત.
5 વર્ષ પહેલા હતા માત્ર 17 રૂપિયા ભાવ
5 વર્ષ અગાઉ આ શેરની કિંમત માત્ર 17 રૂપિયા હતી, આજે આ કંપનીના શેરની કિંમત 3,317 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો એક મહિનામાં જ આ શેરે ડબલ રિટર્ન આપ્યું છે. એક મહિના પહેલા શેરની કિંમત 1,816.50 રૂપિયા હતી, જે હવે 3,317 રૂપિયા પર પહોંચી ગઈ છે. 6 મહિના પહેલા 1,444.25 રૂપિયા હત. એટલે 6 મહિનામાં તેની કિંમત 125 ટકા વધી ચૂકી છે. એક વર્ષમાં આ શેરે 550 ટકાનું રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
નોંધઃ Gujarat Tak કોઈને પણ ક્યાંય રોકાણ કરવાની સલાહ આપતું નથી. ક્યાંય રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરુર લો.
ADVERTISEMENT