Air India Express નું મોટું એક્શન, એક સાથે 'બીમાર' થનારા કર્મચારીઓને કર્યા ઘરભેગા!
Air India Express : એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)એ 'Sick Leave' પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેટ કરવાનું શરુ કરી દીધું છે અને અત્યાર સુધીમાં લગભગ 30 વરિષ્ઠ કર્મચારીઓને આ ટર્મિનેશન લેટર મળી ચૂક્યા છે.
ADVERTISEMENT
Air India Express : એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)એ 'Sick Leave' પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેટ કરવાનું શરુ કરી દીધું છે અને અત્યાર સુધીમાં લગભગ 30 વરિષ્ઠ કર્મચારીઓને આ ટર્મિનેશન લેટર મળી ચૂક્યા છે. એટલે કે એર ઈન્ડિયા એક્સપ્રેસે 'સિક લીવ' પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને આ નોટિસ આપી છે.
100થી વધુ ક્રૂ મેમ્બર્સ 'સિક લીવ' પર
હકીકતમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસના અચાનક 100થી વધુ ક્રૂ મેમ્બર્સ 'Sick Leave' પર ઉતરી જતાં એર લાઈનને છેલ્લા 2 દિવસમાં તેની 90 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કેબિન ક્રૂ મેમ્બર્સ તેમની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાળ પર ઉતરી ગયા છે.
કંપનીએ ઘણી ફ્લાઈટ્સ રદ કરી
ગત મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી, ત્યારે છેલ્લી ક્ષણે કર્મચારીઓ બીમાર હોવાનું જણાવી રજા પર ઉતરી ગયા અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા. ત્યારબાદ એર ઈન્ડિયાએ 13 મે સુધી ફ્લાઈટ ઘટાડવાની જાહેરાત કરી, જેના કારણે મંગળવાર રાતથી 100થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરો પ્રભાવિત થયા.
ADVERTISEMENT
કંપનીનું નિવેદન
#ImportantUpdate
— Air India Express (@AirIndiaX) May 8, 2024
We sincerely apologise for the inconvenience caused by unprecedented flight delays and cancellations. While we are working hard to minimise disruptions, please check your flight status before heading to the airport. If your flight is impacted, please reach out… pic.twitter.com/JySbD3trb0
કેમ વિરોધ કરી રહ્યા છે કર્મચારીઓ?
સમાચાર છે કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે. જેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બંને એરલાઈન્સના પાઇલોટ્સ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી ખતરામાં છે.
ADVERTISEMENT