PNB બેંકમાં છે તમારું એકાઉન્ટ, તો થઈ જાવ એલર્ટ...એક જ મહિનામાં બંધ થઈ જશે એકાઉન્ટ!

ADVERTISEMENT

 PNB Bank
PNB ખાતાધારક એલર્ટ
social share
google news

શું તમારું પંજાબ નેશનલ બેંક (PNB)માં ખાતું (એકાઉન્ટ) છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે, વાસ્તવમાં પંજાબ નેશનલ બેંકે એવા ગ્રાહકો અથવા ખાતાધારકો માટે એક ચેતવણી જાહેર કરી છે, જેમના ખાતામાંથી છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા અને આ એકાઉન્ટમાં કોઈ બેલેન્સ પણ નથી. આવા એકાઉન્ટને એક મહિનામાં બંધ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા PNB એકાઉન્ટમાં 3 વર્ષથી લેવડ-દેવડ નથી કર્યું, તો નિશ્ચિત સમયગાળાની અંદર ચોક્કસપણે કરો. ચાલો જાણીએ બેંક દ્વારા શું કહેવામાં આવ્યું છે?

બેંકે કેમ ભર્યું આવું પગલું?

પબ્લિક સેક્ટરની દિગ્ગજ બેંક પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેમના એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ પ્રકારનું લેવડ-દેવડ નથી કર્યું અને તેમના એકાઉન્ટમાં બેલેન્સ પણ નથી, તો એક મહિનામાં આ ખાતાને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ પગલું PNB દ્વારા એવા એકાઉન્ટ્સના દુરુપયોગને રોકવા માટે ભરવામાં આવ્યું છે જે ઓપરેટ થતા નથી. નોટિફિકેશન જારી કરીને PNBએ કહ્યું છે કે આવા તમામ ખાતાઓની ગણતરી 30 એપ્રિલ, 2024ના આધારે કરવામાં આવશે.

આ એકાઉન્ટને નહીં કરાય બંધ

પંજાબ નેશનલ બેંકે તેના નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહ્યું છે કે આવા એકાઉન્ટ એક મહિના પછી નોટિસ વિના બંધ કરી દેવામાં આવશે. જોકે, ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે નહીં. તો 25 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો સ્ટૂડન્ટ એકાઉન્ટ, સગીરોના ખાતા, SSY/PMJJBY/PMSBY/APY જેવી સ્કીમ્સ માટે ખોલવામાં આવેલા ખાતાઓ પણ સસ્પેન્ડ કરવામાં આવશે નહીં.

ADVERTISEMENT

આ કામ વગર નહીં થાય એકાઉન્ટ એક્ટિવ

આ સંદર્ભમાં માહિતી શેર કરતી વખતે બેંકે ગ્રાહકોને સૂચના આપી છે કે જો તેઓ તેમના ખાતા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય, અથવા કોઈ મદદ લેવા માંગતા હોય, તો તેઓ તેમની બેંક શાખાનો સીધો સંપર્ક કરી શકે છે. PNB મુજબ, જ્યાં સુધી ખાતાધારક સંબંધિત શાખામાં તેમના એકાઉન્ટના KYC સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ નહીં કરે ત્યાં સુધી આવા એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરી શકાતા નથી.
 

    follow whatsapp

    ADVERTISEMENT