કોહલીની આ કંપની બનાવશે માલામાલ! જાણો ક્યારે આવશે IPO

ADVERTISEMENT

Digit IPO
કોહલીની કંપની શેરબજારમાં મચાવશે ધૂમ!
social share
google news

Virat Kohli Go Digit IPO Opens on 15 May : ક્રિકેટની પીચ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહેલા વિરાટ કોહલી હવે શેરબજારમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તેમની કંપની  Go Digitનો 15મી મેના રોજ IPO (Initial public offering) આવી રહ્યો છે. આ કંપનીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લગભગ 45 ટકા ભાગીદારી છે. IPO બાદ પણ આ કંપનીમાં આ બંનેની હિસ્સેદારી પહેલા જેવી જ રહેશે. જો તમે IPO દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરવા માંગો છો તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

આ કામ કરે છે કંપની

Go Digit કંપની વીમા (Insurance) સંબંધિત બિઝનેસ કરે છે. તે મોટર ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ વગેરે પ્રદાન કરે છે. કોઈપણ ગ્રાહક તેની જરૂરિયાત મુજબ કોઈપણ ઇન્સ્યોરન્સ ખરીદી શકે છે. કંપનીએ અત્યાર સુધીમાં 70થી વધુ પ્રોડક્ટ્સ લૉન્ચ કરી ચૂકી છે.

1,130.48 કરોડ એકઠા કરશે કંપની

કંપની આ IPO દ્વારા રૂ. 1,130.48 કરોડ એકત્ર કરશે. આમાં કંપની રૂ. 1125 કરોડના ફ્રેશ શેર જારી કરશે. તો 5.48 કરોડ રૂપિયાની OFS (ઓફર ફોર સેલ) જારી થશે. OFS એ એવા શેર છે જેને કંપનીના કોઈ પ્રમોટર વેચે છે. આ પ્રમોટરના ભાગના શેર હોય છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જાણો કેટલી હશે શેરની કિંમત

કંપનીના એક શેરની પ્રાઈઝ બેન્ડ શું હશે, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ શેરની પ્રાઈઝ બેન્ડ 258 રૂપિયાથી 265 રૂપિયા હોઈ શકે છે. તો એક લોટમાં કેટલા શેર હશે, તેના વિશે પણ હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. 

IPO રિલીઝ તારીખ:  15 મે
IPO બંધ થશેઃ 17 મે
એલોટમેન્ટઃ 21 મે
રિફંડ:  22 મે
ડીમેટમાં ક્રેડિટ: 22 મે
લિસ્ટિંગ: 23 મે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT