GT vs RCB Highlights: કોહલી અને જેક્સે ગુજરાતની ઘરઆંગણે બાજી બગાડી, RCBની પ્લેઓફની આશા હજી પણ જીવંત

Gujarat Tak

• 07:35 PM • 28 Apr 2024

IPL 2024, GT vs RCB Highlights: IPL 2024 ની 45મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુજરાત ટાઇટન્સ (GT) ને 9 વિકેટે હરાવ્યું.

GT vs RCB Highlights

, 16 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો

follow google news

IPL 2024, GT vs RCB Highlights: IPL 2024 ની 45મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુજરાત ટાઇટન્સ (GT) ને 9 વિકેટે હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28 એપ્રિલ (રવિવાર)ના રોજ રમાયેલી આ મેચમાં RCBને જીતવા માટે 201 રનનો લક્ષ્યાંક હતો, જે તેણે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. IPLમાં પ્રથમ વખત કોઈ ટીમે 9 વિકેટ બાકી રહેતા 200 પ્લસના લક્ષ્યનો પીછો કર્યો છે. શરૂ સિઝનમાં 10 મેચોમાં આરસીબીની આ ત્રીજી જીત હતી અને પ્લેઓફમાં પહોંચવાની તેની આશા અકબંધ છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની દસ મેચમાં આ છઠ્ઠી હાર હતી.

આ પણ વાંચો

આ મેચમાં વિરાટ કોહલી અને વિલ જેક્સ આરસીબીની જીતના હીરો રહ્યા હતા. ઈંગ્લિશ ખેલાડી વિલ જેક્સે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. જેક્સે 100 રનની અણનમ ઇનિંગમાં 10 સિક્સ અને પાંચ ફોર ફટકારી હતી. જ્યારે કોહલીએ અણનમ 70 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલી અને જેક્સ વચ્ચે બીજી વિકેટ માટે 166 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ગુજરાત પાસેથી મેચ છીનવી લીધી.

RCB (IPL) દ્વારા સફળ લક્ષ્યોનો પીછો કરવામાં આવ્યો

204 વિ પંજાબ કિંગ્સ બેંગલુરુ, 2010
201 વિ ગુજરાત ટાઇટન્સ અમદાવાદ, 2024
192 વિ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, બેંગલુરુ 2016
187 વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ 2023

ગુજરાત ટાઇટન્સ સામે શ્રેષ્ઠ ભાગીદારી

166* વિરાટ કોહલી-વિલ જેક્સ જેક્સ, અમદાવાદ 2024
130 સંજુ સેમસન-રાયન પરાગ, જયપુર 2024
115 વિરાટ કોહલી- ફાફ ડુ પ્લેસિસ, વાનખેડે 2022
113 ઋષભ પંત-અક્ષર પટેલ, દિલ્હી 2024

સુદર્શન-શાહરુખે તોફાની ઇનિંગ્સ રમી હતી

અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે ત્રણ વિકેટે 200 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સાઈ સુદર્શને 49 બોલમાં અણનમ 84 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાને પણ 30 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શાહરૂખની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. શાહરૂખ અને સુદર્શન વચ્ચે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાઈ હતી જેણે ગુજરાતને વેગ આપ્યો હતો. શાહરૂખના આઉટ થયા બાદ ડેવિડ મિલર અને સુદર્શન વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 69 રનની ભાગીદારી થઈ હતી. મિલરે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી સ્વપ્નિલ સિંહ, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.

IPL મેચ દરમિયાન સવારના 11 વાગ્યા સુધી સૂવે છે M.S Dhoni, જણાવ્યું ફિટનેસનું રહસ્ય

ગુજરાત ટાઇટન્સના પ્લેઇંગ-11: 
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર: સંદીપ વોરિયર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ-11: 
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
 

    follow whatsapp