T20 World Cup 2024: અક્ષર પટેલ કે યુઝવેન્દ્ર ચહલ, કોણ હશે વર્લ્ડ કપમાં ભારતના ત્રીજા સ્પિનર

Gujarat Tak

08 May 2024 (अपडेटेड: May 8 2024 6:29 PM)

T20 World Cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝની સંયુક્ત યજમાનીમાં રમાનારા ટી 20 વર્લ્ડ કપ 2024 માટે તાજેતરમાં ભારતીય સ્વોર્ડનું એલાન કરવામાં આવ્યું હતું.

T20 World Cup 2024

કોણ હશે વર્લ્ડ કપમાં ભારતના ત્રીજા સ્પિનર

follow google news

T20 World Cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝની સંયુક્ત યજમાનીમાં રમાનારા ટી 20 વર્લ્ડ કપ 2024 માટે તાજેતરમાં ભારતીય સ્વોર્ડનું એલાન કરવામાં આવ્યું હતું. 15 સભ્યોની ભારતીય ટીમમાં 4 સ્પિનર્સ અને 3 ફાસ્ટ બોલરોને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં 4 સ્પિનરો છે. આમાંથી કોઈ મેચમાં 2 તો કોઈ મેચમાં 2 સ્પિનર અંતિમ 11માં સ્થાન બનાવી શકે છે. 

આ પણ વાંચો

વેસ્ટ ઈન્ડીઝની પિચ સ્પિન ફ્રેન્ડલી

ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા અને USA સામેલ છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં અમેરિકામાં રમશે. આ પછી ટીમ સુપર - 8 મેચ માટે વેસ્ટ ઈન્ડીઝ જશે. વેસ્ટ ઈન્ડીઝની પિચ સ્પિન ફ્રેન્ડલી છે, તેથી જ ભારતીય સ્વોર્ડમાં સ્પિનર્સને સ્થાન આપવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડીઝની પીચો પર ભારતીય ટીમ 3 સ્પિનરની સાથે મેદાનમાં ઉતરશે. 

ચહલ અને પટેલ વચ્ચે થશે જંગ!

વેસ્ટ ઈન્ડીઝમાં ભારતની પ્લેઈંગ 11માં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને સ્થાન મળે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જાડેજા ફિંગર સ્પિનર છે તો કુલદીપ રિસ્ટ સ્પિનર છે. આઈપીએલ 2024માં બંને ખેલાડીઓ સારી રીતે બોલિંગ કરી રહ્યા છે. ત્રીજા સ્પિનર ​​માટે યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ વચ્ચે જંગ થશે. આવી સ્થિતિમાં ચાલો ટી 20 ઈન્ટરનેશનલમાં બંનેના પ્રદર્શન વિશે જાણીએ.

ટી 20માં ચહલ અને પટેલનું પ્રદર્શન

ઓલરાઉન્ડર અક્ષર પટેલે  52 ટી 20 ઈન્ટરનેશનલની 31 ઈનિંગ્સમાં 361 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન તેમણે 1 ફિફ્ટી પણ ફટકારી છે.  આ સિવાય તેમની પાસે 50 ઈનિંગ્સમાં 49 વિકેટ છે. અક્ષર પટેલ બોલિંગની સાથે બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. ચહલે 80 ટી 20 ઈન્ટરનેશનલની 79 ઈનિંગ્સમાં 96નો શિકાર કર્યો છે. 
 

    follow whatsapp