TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી, PM મોદીની પણ ઉડાવી મજાક

Krutarth

• 05:51 PM • 24 Dec 2023

નવી દિલ્હી : TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ એકવાર ફરીથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન થયું. જેમાં…

gujarattak
follow google news

નવી દિલ્હી : TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ એકવાર ફરીથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન થયું. જેમાં ટીએમસી નેતાએ ધનખડની સાથે જ પીએમ મોદીની પણ મિમિક્રી કરી હતી. તેમણે કહ્યું કે, અમે તો પાર્લામેન્ટની બહાર મિમિક્રી કરી હતી, જો કે પીએમ મોદીએ તો સંસદની અંદર મિમિક્રી કરી હતી. તેમણે ધનખડ પર પણ આરોપ લગાવતા કહ્યું કે, તેમણે એક સામાન્ય વાત મુદ્દે રોઇને દેશથી માંડીને વિદેશ સુધી રોયા. સાથે જ તેમણે તુલના શાળાના નાના બાળકો સાથે કરી હતી.

આ પણ વાંચો

કલ્યાણ બેનર્જીએ રેલીમાં કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ ધનખડ પોતાના પદની સંવૈધાનિક ગરિમાને નષ્ટ કરી રહ્યા છે. કારણ કે તેઓ પદની લાલચમાં વડાપ્રધાન મોદી પ્રત્યે સન્માન પ્રકટ કરવા કરતા વધારે તેમની સામે સમર્પણ કરે છે. ધનખડ દ્વારા પોતાને ખેડૂતના પુત્ર કહેવા અંગે કલ્યાણે કહ્યું કે, ધનખડની પાસે જોધપુરમાં કરોડોની સંપત્તિ છે. દિલ્હીમાં આલીશાન ફ્લેટ છે. તેઓ રોજ લાખો રૂપિયાના સુટ પહેરે છે. સાથે જ તેમણે ખેડૂતની પુત્રી સાક્ષી મલિકના સન્યાસ અને જાટ પુત્ર બજરંગ પુનિયાના પદ્મ શ્રી સન્માન પરત કરવા અંગે કંઇ પણ બોલ્યા નથી. તેમનું મૌન ખુબ જ ભેદી છે.

પીએમ મોદીની પણ મજાક ઉડાવી

સંસદની સુરક્ષામાં સેંધ લગાવવા મામલે તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું. કલ્યાણે કહ્યું કે, માત્ર ઇતિહાસના પન્ના પર પોતાનું નામ લખવા માટે વડાપ્રધાન મોદીએ તત્કાલ નવા સંસદ ભવનનું નિર્માણ કર્યું, જો તેના બદલે સુરક્ષાની સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું. માત્ર એક ભાજપ સાંસદ જેણે તે 2 વ્યક્તિના પાસ કઢાવ્યા હતા. તેને બચાવવા માટે વિરોધી દળના 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીની ઘટનાને એક આર્ટ ગણાવતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ એક શાળાના બાળકની જેમ સામાન્ય વાતને હાઇપ આપી રહ્યા છે.

ટીએમસી નેતાએ કહ્યું કે, હું માત્ર પોતાના લોકસભા વિસ્તારની જનતા પ્રત્યે જવાબદાર છું. બાકી કોઇ પ્રત્યે મારી જવાબદારી નથી. ભારત છોડો આંદોલનના પ્રસંગનો ઉલ્લેખ કરતા કલ્યાણે કહ્યું કે, 42 ને ઉંધુ કરો તો 24 થાય છે. હવે મોદી અને શાહની સરકારને જવાનો સમય આવી ગયો છે. શુભેંદુ અધિકારી પર વ્યંગ કરતા તેમણે કહ્યું કે, તેમની પાસે જો હાઇકોર્ટનું સુરક્ષા કવચ ન હોત તો જેલની હવા ખાઇ રહ્યા હો. શુભેંદુ જેવા નેતાઓ પાસે તેમને કાંઇ પણ શીખવાની જરૂર નથી. પોતે બંગાળના મુખ્યમંત્રી અંગે જેમ તેમ બોલતા ફરે છે અને મને સલાહો આપી રહ્યા છે. આ બંગાળનું અપમાન છે.

    follow whatsapp