Surya Grahan 2024: વર્ષનુ સૌથી મોટું સૂર્ય ગ્રહણ, જાણો ક્યાં અને કેટલાં વાગ્યે જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ

Gujarat Tak

08 Apr 2024 (अपडेटेड: Apr 8 2024 9:20 PM)

Surya Grahan 2024: સૂર્યગ્રહણ (Solar Eclipse 2024) 8મી એપ્રિલે એટલે કે આજે રાત્રે 09:12 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણ બપોરે 02.22 કલાકે સમાપ્ત થશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

Surya Grahan 2024

સૂર્યગ્રહણ કયા સમયે થશે?

follow google news

Surya Grahan 2024 Timing India LIVE: આજે રાત્રે સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યની શક્તિઓને નબળી પાડતું આ ગ્રહણ સોમવતી અમાવસ્યા પર થઈ રહ્યું છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. આવું દુર્લભ સૂર્યગ્રહણ 54 વર્ષ પહેલા 1970માં જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. જેમ કે- સૂર્યગ્રહણ કયા સમયે થશે? શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે? શું ભારતમાં સુતક સમયગાળો લાગુ થશે? ચાલો તમને આવા તમામ પ્રશ્નોના વિગતવાર જવાબો આપીએ.

આ પણ વાંચો

સૂર્યગ્રહણ કયા સમયે થશે? (Surya Grahan 2024 Timing)

ભારતીય સમય અનુસાર, સૂર્યગ્રહણ (Solar Eclipse 2024) 8મી એપ્રિલે એટલે કે આજે રાત્રે 09:12 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણ બપોરે 02.22 કલાકે સમાપ્ત થશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કેનેડા, મેક્સિકો અને ઉત્તર અમેરિકાના અન્ય ભાગોમાં જોઈ શકાશે.

 54 વર્ષ પછી સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, જાણો ભારતમાં સૂતક લાગશે કે નહીં?

ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં દેખાશે?

આ ગ્રહણ ભારતમાં દેખાવનું નથી એટલા માટે જો તમારે તેને નિહાળવું હોય તો  NASA 8 એપ્રિલના રોજ 10:30 pm IST પર ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. તમે ત્યાંથી જોઈ શકો છો. 

    follow whatsapp