'ચૂંટણી જીતીશ તો....' મતદાન પહેલા કંગના રનૌતનું મોટું એલાન

Gujarat Tak

• 01:10 PM • 06 May 2024

Kangana Ranaut's Big Announcement: બોલિવૂડની ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે.

Kangana Ranaut's Big Announcement

કંગનાના એલાન બાદ બોલિવૂડ ટેન્શનમાં

follow google news

Kangana Ranaut's Big Announcement: બોલિવૂડની ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. મંડીની દીકરી કંગના રનૌત જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમને આશા છે કે આ ચૂંટણીમાં તેમની જીત થશે.  કંગના રનૌતે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મો, લોકસભા ચૂંટણી અને રાજકારણ વિશે વાત કરી. અહીં કંગના રનૌતે પોતાના ફિલ્મી કરિયરને લઈને એક મોટી જાહેરાત કરી છે.

આ પણ વાંચો

રાજકારણ માટે બોલિવૂડ છોડશે?

કંગના રનૌતે સંકેત આપ્યો છે કે લોકસભા ચૂંટણીમાં જો તેઓ જીતી જશે, તો ધીરે-ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે. કારણ કે તેઓ માત્ર એક જ કામ પર ફોક્સ કરવા માંગે છે. કંગના રનૌતને પૂછવામાં આવ્યું કે તેઓ ફિલ્મ અને રાજનીતિને કેવી રીતે મેનેજ કરી શકશે? તેના પર અભિનેત્રીએ કહ્યું કે, 'હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાય છે કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, તો પછી હું રાજનીતિ જ કરીશ. આઈડ઼િયલી હું એક જ કામ કરવા માંગુ છું.'

....તો હું રાજનીતિ જ કરીશઃ કંગના રનૌત

તેમણે કહ્યું કે,  જો મને એવું લાગે છે કે લોકોને મારી જરૂર છે તો હું તે દિશામાં જઈશ. જો હું મંડીથી જીતી જઈશ તો પછી હું રાજનીતિ જ કરીશ. ઘણા ફિલ્મમેકર્સ મને કહે છે કે રાજકારણમાં ન જાવ. તમારે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જોઈએ. મારી અંગત મહત્વાકાંક્ષાઓને કારણે લોકો સફર કરી રહ્યા છે તો તે સારું નથી. મેં એક પ્રિવિલેઝ લાઈફ જીવી છે, જો હવે લોકોની સાથે જોડાવાનો મોકો મળી રહ્યો છે તો હું તેનો લાભ લઈશ. મને લાગે છે કે સૌથી પહેલા લોકોને તમારી પાસેથી જે અપેક્ષાઓ છે, તમારે તેમની સાથે ન્યાય કરવો જોઈએ. 

રાજનીતિ અને ફિલ્મી દુનિયામાં કેટલો  તફાવત?

અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે રાજકીય અને ફિલ્મી દુનિયામાં શું ફરક હોય છે. જવાબમાં તેઓએ કહ્યું કે, ફિલ્મોની એક ઝૂઠી દુનિયા છે. તે અલગ વાતાવરણ બનાવવામાં આવે છે.  લોકોને આકર્ષિત કરવા માટે એક બબલ બનાવવામાં આવે છે. પણ રાજકારણ એ વાસ્તવિકતા છે. મારે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે, હું લોકસેવામાં નવી છું, મારે ઘણું શીખવાનું છે.

  

    follow whatsapp