સુપ્રીમ કોર્ટે ધર્મ સંસદ અને હેટ સ્પિચ કેસની સુનાવણી બંધ કરી!

Urvish Patel

• 09:35 AM • 06 Apr 2023

સંજય શર્મા.નવી દિલ્હીઃ SC એ સામાજિક કાર્યકર્તા તુષાર ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનનાની અરજીનો નિકાલ કર્યો છે. દિલ્હીમાં ડિસેમ્બર 2021માં હિન્દુ યુવા વાહિનીના કાર્યક્રમમાં…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ SC એ સામાજિક કાર્યકર્તા તુષાર ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનનાની અરજીનો નિકાલ કર્યો છે. દિલ્હીમાં ડિસેમ્બર 2021માં હિન્દુ યુવા વાહિનીના કાર્યક્રમમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ ભડકાઉ નિવેદનોને મુદ્દે આ અરજી કરાઈ હતી. SCએ કહ્યું કે આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ દાખલ થયા પછી અમારી કોઈ ભૂમિકા બાકી નથી. તેથી, અમે હવે આ અંગેની સુનાવણી બંધ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો

દૂધ બાદ સિંગતેલના ભાવે દઝાડયા, સતત ત્રીજા દિવસે પણ ભાવવધારો ઝીંકાયો

શું બન્યું હતું.
એએસજી નટરાજને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ડિસેમ્બર 2021માં દિલ્હીની વિવાદાસ્પદ ધર્મ સંસદ યોજવાની મંજૂરી આપવાના મુદ્દે CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યા પછી આ મામલે તપાસ પૂર્ણ થતાં સાકેત કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. સીજેઆઈએ કહ્યું કે આટલું બધું થઈ ગયા પછી અહીં અવમાનનાનો કેસ ચલાવવો યોગ્ય નથી. નીચલી કોર્ટ કાનૂની કાર્યવાહી કરશે. તેથી, અમે અહીં દાખલ કરાયેલી આ બાબતનો નિકાલ કરીએ છીએ. હકીકતમાં, ડિસેમ્બર 2021 માં દિલ્હીમાં હિન્દુ યુવા વાહિનીના કાર્યક્રમમાં, લઘુમતી સમુદાય વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો આરોપ લગાવીને દિલ્હીના પોલીસ કમિશનર સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર્તા તુષાર ગાંધી વતી, તે સમયના પોલીસ કમિશનર પર સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દિલ્હીમાં ધર્મ સંસદ યોજવા દેવાનો આરોપ હતો. તેથી તેમની સામે અવમાનનાની કાર્યવાહી થવી જોઈએ તેવી અરજી કરાઈ હતી.

    follow whatsapp