IPL 2023 Rules: ઈમ્પેક્ટ પ્લેયર, ટોસ બાદ પ્લેઈંગ-11… જાણો IPLમાં આ વખતે શું-શું બદલાશે?

Yogesh Gajjar

• 01:51 AM • 24 Mar 2023

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન શરૂ થવામાં લગભગ એક સપ્તાહ બાકી છે. 31મી માર્ચથી શરૂ થઈ રહેલી આ ટી20 લીગને લઈને ચાહકોમાં જબરદસ્ત…

gujarattak
follow google news

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન શરૂ થવામાં લગભગ એક સપ્તાહ બાકી છે. 31મી માર્ચથી શરૂ થઈ રહેલી આ ટી20 લીગને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. BCCIએ પણ આગામી સિઝનને રસપ્રદ બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. આ સીરિઝમાં IPL 2023 માટે પ્લેઇંગ કન્ડીશન્સમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો

પ્લેઈંગ-11ને લઈને મળી મોટી રાહત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે કેપ્ટન IPL મેચો દરમિયાન ટોસ બાદ પોતાની પ્લેઇંગ-11 પસંદ કરી શકશે. અત્યાર સુધી કેપ્ટને ટોસ પહેલા મેચ રેફરીને ખેલાડીઓના નામની યાદી સોંપવી પડતી હતી, પરંતુ નવા નિયમથી મોટી રાહત થવા જઈ રહી છે. ટોસ સમયે, હવે બંને ટીમોના કેપ્ટન બે-બે ટીમ શીટ્સ લાવશે. આનાથી IPL ટીમો મેચ માટે તેમના શ્રેષ્ઠ પ્લેઇંગ 11 પસંદ કરી શકશે, પછી ભલે તેઓ પહેલા બેટિંગ કરે કે પહેલા બોલિંગ કરે. ટીમ શીટમાં પ્લેઈંગ-11 ઉપરાંત પાંચ અવેજી ખેલાડીઓના નામ પણ લખવાના રહેશે

આવું કરવા પર લાગશે પેનલ્ટી
નિયમોમાં એક મોટો ફેરફાર એ છે કે વિકેટકીપર અથવા ફિલ્ડર દ્વારા અનુચિત વર્તન માટે દંડ કરવામાં આવશે. જો વિકેટકીપર અથવા ફિલ્ડર બેટ્સમેન બોલ રમે તે પહેલા તેની સ્થિતિ બદલશે, તો અમ્પાયર ડેડ બોલ જાહેર કરશે અને બેટિંગ ટીમના ખાતામાં પાંચ પેનલ્ટી રન ઉમેરવામાં આવશે. અમ્પાયર ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને આ કાર્યવાહી વિશે જાણ કરશે. આ સાથે, તે શક્ય તેટલી વહેલી તકે બેટ્સમેન અને બેટિંગ ટીમના કેપ્ટનને પણ જાણ કરશે.

વાઈડ અને નો-બોલ માટે DRS
આ વખતે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ) ને લઈને પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા ખેલાડીઓ જ્યારે આઉટ કે નોટઆઉટ આપવામાં આવે ત્યારે ડીઆરએસનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે નો-બોલ અને વાઈડ બોલનો પણ ડીઆરએસના દાયરામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે, ખેલાડીઓ હવે અમ્પાયર દ્વારા આપવામાં આવેલા વાઈડ અથવા નો-બોલના નિર્ણયની સમીક્ષા પણ કરી શકશે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ઈમ્પેક્ટ પ્લેયર આખી રમત બદલી નાખશે!
આ વખતે IPLમાં પણ ‘ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અનુસાર, પ્લેઇંગ ઇલેવન સિવાય, બંને ટીમોએ પાંચ-પાંચ અવેજી ખેલાડીઓને પણ નામ આપવા પડશે. ઇનિંગ્સની 14મી ઓવરની સમાપ્તિ પહેલા આ પાંચમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી શકાય છે. ઈમ્પેક્ટ પ્લેયર અન્ય ક્રિકેટરની જેમ બેટિંગ અને બોલિંગ કરી શકશે. ઈમ્પેક્ટ પ્લેયર રમતમાં આવ્યા બાદ જે ખેલાડી બહાર જાય છે તેનો આખી મેચમાં ઉપયોગ કરવામાં આવશે નહીં

ઓવર ખતમ થવા પર, વિકેટ પડવા પર અથવા કોઈ ખેલાડીના ઈજાગ્રસ્ત થવા પર ઈમ્પેક્ટ પ્લેયરને મેદાન પર ઉાતારી શકાય છે. જો વરસાદ અથવા અન્ય કારણોસર મેચ 10 ઓવરની અથવા તેનાથી ઓછી કરવામાં આવે છે, તો ઈમ્પલેક્ટ પ્લેયરને મેદાનમાં ઉતારવામાં આવશે નહીં. એટલે કે, મેચ ઓછામાં ઓછી 11 ઓવરની હોય તો જ ઈમ્પેક્ટ પ્લેયર રમતમાં આવશે. પ્લેઈંગ ઈલેવનમાં ચારથી ઓછા વિદેશી ખેલાડીઓ હોય તો ત્યાં સુધી ઈમ્પેક્ટ પ્લેયર માત્ર ભારતીય ખેલાડી હોઈ શકે છે. ઈમ્પેક્ટ પ્લેયરને દર્શાવવા માટે, અમ્પાયરો તેમના માથા પર તેમના હાથ ક્રોસ કરશે.

સ્લો-ઓવર રેટ માટે પેનલ્ટી
આ વખતે આઈપીએલ 2023માં, સ્લો-ઓવર રેટ માટે ટીમો માટે દંડની જોગવાઈ છે. જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં તેની ઓવરો નહીં નાખે તો દરેક ઓવર દરમિયાન પાંચને બદલે માત્ર ચાર ફિલ્ડરને 30 યાર્ડની બહાર જવા દેવામાં આવશે. આ નિયમ ગયા વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન અમલમાં આવ્યો હતો.

IPLના પાંચ નવા નિયમો:
1. વાઈડ અને નો-બોલ માટે DRS નો ઉપયોગ.
2. ઈમ્પેક્ટ પ્લેયર નિયમ
3. ધીમી ઓવર રેટ માટે ફીલ્ડ પેનલ્ટી પર (30 યાર્ડની બહાર માત્ર ચાર ફિલ્ડર)
4. ટોસ પછી પ્લેઇંગ-11ની પસંદગી
5. (ડેડબોલ + 5 પેનલ્ટી રન) વિકેટકીપર અથવા ફિલ્ડરની અયોગ્ય હિલચાલ પર

    follow whatsapp