‘જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે, ત્યાં સુધી આરક્ષણ રહેવું જોઈએ’, Mohan Bhagwat

Yogesh Gajjar

• 06:20 AM • 07 Sep 2023

Mohan Bhagwat on Reservation: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે (6 સપ્ટેમ્બર) આરક્ષણ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યાં…

gujarattak
follow google news

Mohan Bhagwat on Reservation: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે (6 સપ્ટેમ્બર) આરક્ષણ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ.

આ પણ વાંચો

PTIના જણાવ્યા અનુસાર, RSS ચીફ મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું કે, આપણે આપણા ભાઈઓને સામાજિક વ્યવસ્થામાં પાછળ છોડી દીધા છે. આપણે તેમની કાળજી લીધી નહોતી અને આ 2000 વર્ષ સુધી ચાલુ રહ્યું. જ્યાં સુધી આપણે તેમને સમાનતા ન આપી દઈએ ત્યાં સુધી કેટલાક વિશેષ ઉપચાર હોવા જોઈએ અને અનામત તેમાંથી એક છે. આ કારણોસર આરક્ષણ ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ.

તેમણે કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી આવો ભેદભાવ ચાલુ રહેશે. અમે સંઘવાળા એટલે કે RSS બંધારણમાં આપવામાં આવેલી અનામતને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભેદભાવ ભલે દેખાતો ન હોય, પરંતુ સમાજમાં તે પ્રચલિત છે.

મોહન ભાગવતે શું કહ્યું?

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, આ માત્ર નાણાકીય અથવા રાજકીય સમાનતા સુનિશ્ચિત કરવા માટે નથી પરંતુ સન્માન આપવા માટે પણ છે. તેમણે કહ્યું કે, જો સમાજના કેટલાક વર્ગો જેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે તેઓએ 2000 વર્ષથી સમસ્યાઓનો સામનો કર્યો છે, તો શું આપણે (જેઓએ ભેદભાવનો સામનો કર્યો નથી) બીજા 200 વર્ષ સુધી કેટલીક સમસ્યાઓનો સામનો ઉઠાવી ન શકીએ?

વાસ્તવમાં, બંધારણ મુજબ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને જાતિના આધારે ભેદભાવને કારણે અનામત મળે છે. મંડલ પંચની ભલામણોને પગલે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને પણ અનામત મળી રહી છે.

    follow whatsapp