Lok Sabha Election: પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પણ 24 કલાકમાં લેશે આ નિર્ણય!

Gujarat Tak

30 Apr 2024 (अपडेटेड: Apr 30 2024 10:28 AM)

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પર કોઈ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

Lok Sabha Election 2024

પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભાની ચૂંટણી!

follow google news

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પર કોઈ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી નહીં લડે. તેઓ માત્ર પ્રચાર કરશે. તો રાહુલ ગાંધી અમેઠી કે રાયબરેલીથી ચૂંટણી લડશે તે અંગેનો નિર્ણય આવતીકાલ સુધીમાં આવી શકે છે.

આ પણ વાંચો

પહેલા આવ્યા હતા આ સમાચાર 

આ પહેલા એવા સમાચાર હતા કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું હતું કે આ સીટો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમેઠી અને રાયબરેલી જતાં પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અયોધ્યા જઈ શકે છે, જ્યાં તેઓ રામ લલ્લાના દર્શન કરશે.


ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા

2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોદી સરકારમાં મંત્રી રહેલા સ્મૃતિ ઈરાની દ્વારા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જોકે, તેઓ વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી લોકસભા ક્ષેત્રમાં 5 વિધાનસભા બેઠકો છે. 

2019માં સોનિયા ગાંધીએ કરી હતી જાહેરાત

સોનિયા ગાંધીએ 2019માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. તેઓ 1999માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તે પછી 2004માં તેઓ પ્રથમ વખત રાયબરેલીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. સોનિયા ગાંધી કુલ પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે સોનિયા ગાંધીએ રાયબરેલી સાથેના દાયકાઓના પારિવારિક સંબંધો છોડીને રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થયા હતા.
 

    follow whatsapp