India Today Conclave 2024: 'હું મારા અંતિમ શ્વાસ સુધી ભાજપમાં જ રહીશ', જાણો ગૃહમંત્રી Amit Shah કેમ આવું બોલ્યા?

Gujarat Tak

• 09:40 PM • 15 Mar 2024

India Today Conclave 2024: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રથમ દિવસે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવના પ્રતિષ્ઠિત મંચ પર ભાગ લીધો હતો. આ દરમિયાન, આગામી લોકસભા ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. અમિત શાહે કહ્યું કે, ભાજપ 300 થી વધુ સીટો જીતશે અને NDA 400 થી વધુ સીટો જીતશે. આ સિવાય તેમણે કહ્યું કે, અમારી પાસે 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને 25 વર્ષનો એજન્ડા છે તેના કારણે લોકો અમારી સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, છેલ્લી ચૂંટણીમાં 300નો ટાર્ગેટ રાખ્યો હતો અને 303 સીટો મેળવી, આજે હું ફરી કહું છું કે મતગણતરીનાં દિવસે જોઈએ લેજો NDA આ વખતે 400થી વધુ સીટો જીતશે.

India Today Conclave 2024

ગૃહમંત્રી Amit Shah કેમ આવું બોલ્યા?

follow google news

India Today Conclave 2024: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રથમ દિવસે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવના પ્રતિષ્ઠિત મંચ પર ભાગ લીધો હતો. આ દરમિયાન, આગામી લોકસભા ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. અમિત શાહે કહ્યું કે, ભાજપ 300 થી વધુ સીટો જીતશે અને NDA 400 થી વધુ સીટો જીતશે. આ સિવાય તેમણે કહ્યું કે, અમારી પાસે 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને 25 વર્ષનો એજન્ડા છે તેના કારણે લોકો અમારી સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, છેલ્લી ચૂંટણીમાં 300નો ટાર્ગેટ રાખ્યો હતો અને 303 સીટો મેળવી, આજે હું ફરી કહું છું કે મતગણતરીનાં દિવસે જોઈએ લેજો NDA આ વખતે 400થી વધુ સીટો જીતશે.

આ પણ વાંચો

જાણો CM ચંદ્રબાબુ નાયડુને લઈ શું કહ્યું

આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને હાર્ડકોર આતંકવાદી કહ્યા પછી પણ તેમણે TDP સાથે ગઠબંધન કર્યું? આ પ્રશ્નનો જવાબ આપતા અમિત શાહે કહ્યું, 'અમે ચંદ્રબાબુજીને મહાગઠબંધનમાંથી બહાર નથી કાઢ્યા, એ તેમનો નિર્ણય હતો કે અમે તેમને ગઠબંધનમાંથી બહાર કરીશું. મને નથી ખબર કે તેમને હાર્ડકોર આતંકવાદી કહેવામાં આવ્યા હતા કે નહીં, જો તેમણે કહ્યું હશે તો જનતાની અદાલતમાં નક્કી થયું હશે અને તેઓ ચૂંટણી હારી ગયા પછી જ્યારે તેમણે સમજાયું ત્યારે તે પાછા આવી ગયા. 

'હું મારા અંતિમ શ્વાસ સુધી ભાજપમાં જ રહીશ'

તેલંગાણાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું બીજેપી અને બીઆરએસ વચ્ચે ગઠબંધન થઈ શકે? તેના પર અમિત શાહે કહ્યું કે, હું પ્રોફેશનલ પોલિટિકલ મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ નથી, મારો રાજકીય જન્મ ભાજપમાં જ થયો હતો અને અંતિમ શ્વાસ પણ ભાજપમાં જ લઈશ. આને કોઈ બદલી શકે નહીં. જગન રેડ્ડીએ રાજ્યસભામાં આટલાં બધાં બિલો પર તમારું સમર્થન કર્યું, છતાં તમે ચંદ્રબાબુ નાયડુ સાથે ગઠબંધન કર્યું? તેના પર અમિત શાહે કહ્યું કે, 'રાજ્યસભામાં જે વોટિંગ થાય છે તે ઈશ્યૂ આધારિત વોટિંગ હોય છે. તેમણે ત્રણ મુદ્દા પર અમારો વિરોધ પણ કર્યો હતો. કોઈપણ મુદ્દે સમર્થનને રાજકીય સમર્થન ન ગણો.

    follow whatsapp