ભાજપમાં જોડાયા પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશસિંહ ભદૌરિયા,વી.કે સિંહની જગ્યાએ લડી શકે છે ચૂંટણી

Gujarat Tak

24 Mar 2024 (अपडेटेड: Mar 24 2024 7:54 PM)

પૂર્વ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ રિટાયર્ડ આરકે સિંહ ભદૌરિયા ભાજપમાં જોડાઇ ચુક્યા છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ આ માહિતી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પૂર્વ વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ (રિટાયર્ડ) રાકેશ કુમારસિંહ ભદૌરિયાએ ભાજપનો હાથ પકડ્યો છે.

Rakesh Sinh Bhadoriya join BJP

રાકેશ સિંહ ભદૌરિયા ભાજપની ભક્તિમાં લીન

follow google news

 પૂર્વ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ રિટાયર્ડ આરકે સિંહ ભદૌરિયા ભાજપમાં જોડાઇ ચુક્યા છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ આ માહિતી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પૂર્વ વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ (રિટાયર્ડ) રાકેશ કુમારસિંહ ભદૌરિયાએ ભાજપનો હાથ પકડ્યો છે. ઓક્ટોબર 2019 માં તેમણે વાયુસેનાની કમાન સંભાળી હતી. તેના પહેલા તેઓ ઉપ વાયુસેના પ્રમુખ હતા. 

આ પણ વાંચો

ભદોરિયાએ ટ્વીટ કરીને માહિતી આપી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને તેની માહિતી આપી છે. ભદૌરિયાની સાથે પૂર્વ સાંસદ તિરુપતિ શ્રીવારાપ્રસાદ રાવે પણ ભાજપના સભ્યપદ લીધું. નિષ્ણાંતોનું કહેવું છે કે, ભાજપ ઉમેદવારોની આગામી યાદીમાં ભદૌરિયાનું નામ પણ હોઇ શકે છે. અંદાજા લગાવાઇ રહ્યો છે કે, તેમને ગાઝિયાબાદની સીટથી પૂર્વ સેનાધ્યક્ષ વી.કેસિંહના સ્થાને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. 

કોણ છે પૂર્વવાયુસેના પ્રમુખ આરકે ભદૌરિયા

આરકેસિંહ ભદૌરિયા ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમના પિતા સુરજપાલસિંહ એરફોર્સમાં માસ્ટર વોરન્ટ ઓફિસર હતા. તેમની પુત્રી સોનાલી પણ પાયલોટ છે. દેશમાં રાફેલ લાવવામાં તેમની ભુમિકા હોવાનું જણાવાઇ રહ્યું છે. દેશમાં રાફેલ લાવવામાં તેમની ભુમિકા હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભદૌરિયા બાદ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી વાયુસેના પ્રમુખ બન્યા હતા. સપ્ટેમ્બર 2019 થી સપ્ટેમ્બર 2021 સુધી તેઓ વાયુસેના પ્રમુખના પદ પર રહ્યા. ભદૌરિયા તે ટીમનો હિસ્સો પણ હતા જે ટીમ ફ્રાંસ સાથે રાફેલ અંગે વાતચીત કરી રહ્યા હતા. 

ભાજપ દ્વારા 291 ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અત્યાર સુધી 291 ઉમેદવારોની જાહેરાત કરી ચુક્યું છે. ટુંક જ સમયમાં પાંચમી યાદી જાહેર કરી શકે છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી 51 સીટો પર ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે. બાકી સીટો પર આ વખતની યાદીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઇ શકે છે. આ યાદીમાં ગાઝિયાબાદ અને પીલીભીતની સીટ પર પણ ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે. 

વરૂણ ગાંધીની ટિકિટ કપાઇ શકે છે. 

ચર્ચા છે કે, પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધીની પણ ટિકિટ કપાઇ શકે છે. ભાજપ મહામંત્રી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પૂર્વ વાયુસેના પ્રમુખ ભાજપમાં જોડાયા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, આત્મનિર્ભર ભારતના અભિયાનમાં ભદૌરિયાની મોટી ભુમિકા રહી છે. બીજી તરફ ભદૌરિયાએ કહ્યું કે, તેઓ વિકસિત ભારતના સંકલ્પને પુર્ણ કરવામાં સહયોગ કરશે. 

    follow whatsapp