E-Challan Scam: ઈ-ચલણનો મેસેજ આવે તો થઈ જાવ સાવધાન! બેંક ખાતું થઈ શકે છે ખાલી

Gujarat Tak

• 10:38 AM • 27 Mar 2024

E-Challan Scam: દેશમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ફ્રોડ કરનારા ઈ-ચલણની લિંક મોકલી અને સરકારી વેબસાઈટ જેવી જ ફેક વેબસાઈટ બનાવીને લોકોને નિશાન બનાવી રહ્યા છે.

E-Challan Scam

E challan scamથી બચીને રહેજો!

follow google news

E-Challan Scam: દેશમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ફ્રોડ કરનારા ઈ-ચલણની લિંક મોકલી અને સરકારી વેબસાઈટ જેવી જ ફેક વેબસાઈટ બનાવીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઘણા લોકોના મોબાઈલ ફોન પર છેલ્લા કેટલાક દિવસોમાં ઈ-ચલણના મેસેજ આવ્યા છે. ખાસ વાત એ છે કે આ મેસેજમાં તમારો વાહન નંબર અને ચલણની રકમ લખેલી હોય છે, સાથે જ પેમેન્ટ માટેની એક લિંક પણ મોકલવામાં આવે છે, પરંતુ આ લિંક પર ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. જો કે, તમે આ ફેક મેસેજને મિનિટોમાં ઓળખી શકો છો, આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો તેના વિશે જાણીએ…

આ પણ વાંચો

ફેક ઈ-ચલણની કેવી રીતે કરવી ઓળખ?

આ માટે સૌથી પહેલા ટ્રાન્સપોર્ટ વેબસાઈટ https://echallan.parivahan.gov.in/ પર જાઓ અને ચલણ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો. અસલી ચલણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમને તમારું ચલણ દેખાતું નથી તો આ મેસેજ ફેક છે. 

શંકાસ્પદ ઈ-ચલણમાં આપવામાં આવેલી લિંકના ડોમેનની તપાસ કરો. જો આ  gov.in પર ખતમ થાય છે તો તેને અર્થ છે કે તે અસલી છે. અસલી ચલણમાં વાહનની તસવીર અને અન્ય તમામ વિગતો સિવાય વાહન અને માલિકની સંપૂર્ણ ડિટેલ્સ હોય છે. 

જો તમને આ મેસેજ સામાન્ય નંબર પરથી મળ્યો હોય તો લિંક પર ક્લિક ન કરો કારણ કે તમારી બેંક અને કાર્ડની વિગતો ચોરાઈ શકે છે. ચલણની ચકાસણી કરવા માટે પોલીસ હેલ્પલાઈન પર ફોન કરો.


મોકલવામાં આવી રહી છે ફેક લિંક

ફ્રોડ કરનારાઓ સતત લોકોને SMS દ્વારા આ પ્રકારના ઈ-ચલણ ભરવા માટે ફેક લિંક મોકલી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ આ લિંકને ઓપન કરે છે, તો ઘણી વખત તેની બેંક વિગતો ચોરાઈ જાય છે. આ લિંક્સ દેખાવમાં એકદમ અસલી જેવી જ લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ લિંક ખોલે છે અને આ ચલણ ભરે છે, બેંકની તમામ વિગતો છેતરપિંડી કરનાર સુધી પહોંચી જાય છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ જાળમાં ફસાઈ ચૂક્યા છે.

    follow whatsapp