MAKAR SANKRANTI 2024: અમિત શાહ આજે ગુજરાતમાં, અમદાવાદમાં આ જગ્યાઓ પર ઉડાડશે પતંગ, જાણો કાર્યક્રમ

kenil somaiya

• 05:20 AM • 14 Jan 2024

Ahmedabad MAKAR SANKRANTI 2024: આજે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં લોકો પર્વની ઘામઘૂમથી ઉજવણી કરતા નજરે પડશે. એવામાં હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home…

gujarattak
follow google news

Ahmedabad MAKAR SANKRANTI 2024: આજે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં લોકો પર્વની ઘામઘૂમથી ઉજવણી કરતા નજરે પડશે. એવામાં હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

આ પણ વાંચો

અમિત શાહ આજે પતંગ મહોત્સવમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરમાં દર્શન કરશે અને ત્યાર બાદ વેજલપુર સ્વાતિ 2 એપાર્ટમેન્ટમાં પતંગ મહોત્સવમાં હાજરી આપશે. ત્યાર પછી ગાંધીનગર વૈદેહી-3 રેસિડેન્સીમાં યોજાનારા પતંગ મહોત્સવમાં હાજર રહેશે. જ્યારે સાંજે 4.30 કલાકે સાબરમતી વિધાનસભામાં પ્રમુખનગર સોસાયટીમાં પતંગ મહોત્સવમાં (Kite Festival) ઉપસ્થિત રહેશે. ત્યાર પછી સાંજે 5.30 કલાકે પ્રમુખનગર સોસાયટીમાં લોકો સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 15 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે. અમિત શાહ દિયોદરમાં બનાસડેરીના સણાદર પ્લાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે.

    follow whatsapp