ચાર્જિંગમાં મુકેલા મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ, દાઝી જતાં 4 બાળકોના મોત; માતા-પિતાની હાલત નાજુક

Gujarat Tak

• 02:24 PM • 24 Mar 2024

મેરઠના મોદીપુરમ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો.

Blast in mobile

ચાર્જિંગમાં મુકેલા મોબાઈલમાં બ્લાસ્ટ

follow google news

મેરઠના મોદીપુરમ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. ખરેખર, ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં આખા ઘરમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં પરિવારના 6 સભ્યો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી 4 બાળકોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાં હતા. તો બાળકોના માતા-પિતાની હાલ નાજુક છે. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચો

'કોઈને બહાર નીકળવાની તક જ ન મળી'

પોલીસે જણાવ્યું કે, ઘરમાં મોબાઈલ ફોન ચાર્જિંગ પર લગાવેલો હતો. આ દરમિયાન ચાર્જરમાં શોર્ટ સર્કિટ થતાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો મોટો હતો કે બ્લાસ્ટના કારણે લાગેલી આગે પલંગ અને પડદાને ઝપેટમાં લઈ લીધા હતા. થોડી જ વારમાં આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. રૂમમાં હાજર ચારેય બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા. બાળકોને બચાવવાના પ્રયાસમાં માતા-પિતા પણ દાઝી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે કોઈને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

મોડી રાત્રે સર્જાઈ હતી દુર્ઘટના

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં કલ્લુ (ઉં.વ 5), ગોલુ (ઉં.વ 6), નિહારિકા (ઉં.વ 8) અને સારિકા (ઉં.વ 12)નું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે તેમના પિતા જોની મેડિકલ કોલેજમાં છે અને માતા બબીતા ​​એમ્સમાં વેન્ટિલેટર પર છે. રાત્રે 2 વાગ્યે પુત્રી નિહારિકા અને પુત્ર ગોલુનું મૃત્યુ થયું હતું. મોટી બહેન સારિકાનું સવારે 4 વાગ્યે અને સૌથી નાનો પુત્ર કલ્લુનું સવારે 10 વાગ્યે મૃત્યુ થયું હતું. તમામની મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
 

    follow whatsapp