ડેડીયાપાડા વિધાનસભામાં સામોત ગામે કર્યો મતદાનનો બહિષ્કાર, તંત્રની વધી ચિંતા

Niket Sanghani

• 10:14 AM • 01 Dec 2022

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. ત્યારે આજે ગુજરાતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા તેજ કરવા તંત્ર માંથી રહ્યું છે. આ દરમિયાન ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા સામોત ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને અત્યાર સુધીમાં ગામમાંથી એક પણ મતદારે મતદાન નથી કર્યું.

આ પણ વાંચો

આપી હતી ચીમકી
ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. ત્યારે આજે 1 વાગ્યા સુધી ગ્રામ જનો મતદાનથી દૂર રહ્યા છે. ગામમાં 1000 જેટલા મતદારો હોવા છતાં હજુ સુધી કોઈએ મતદાન કર્યું નથી. પોતાની માંગ પર અડગ રહ્યા છે અને કોઈએ મતદાન ન કરતાં તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.  ગામમાં પ્રાથમિક સુવિધા ના અભાવ ના કારણે મતદાન કરવામાં આવ્યું નથી.

    follow whatsapp