PM મોદી 19 જાન્યુઆરીએ મુંબઈ જશે, મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

Parth Vyas

• 02:19 AM • 11 Jan 2023

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મુંબઈ પહોંચશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીની…

gujarattak
follow google news

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મુંબઈ પહોંચશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સહ્યાદ્રી હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર આવ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ મહારાષ્ટ્ર મુલાકાત હશે.

આ પણ વાંચો

મેટ્રો લાઈનનું કરશે ઉદ્ઘાટન
મીડિયા રિપોર્ટસ પ્રમાણે પીએમ મોદી આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મુંબઈ મેટ્રો લાઈનની બે નવી લાઈનોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ મોદી મુંબઈમાં ગટરના પાણીને દરિયામાં ન જાય તે માટે બે હોસ્પિટલ અને નવા ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે.

BMC ચૂંટણીને લઈને થઈ શકે ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સમીઝા બેઠક દરમિયાન પીએમની મુલાકાતની તૈયારીઓ ઉપરાંત આગામી BMC ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર ઝડપથી કામ કરી રહી છે અને અધૂરા પ્રોજેક્ટને પ્રાથમિકતાના આધારે પૂરા કરવામાં આવી રહ્યા છે.

જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…

ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.

    follow whatsapp