Gujarat Weather: રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

Gujarat Weather Update: રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને અમૂક વિસ્તારોમાં કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હજુ પણ ગરમીથી રાહત નહીં

Gujarat Weather

follow google news

Gujarat Weather Update: રાજ્યમાં માવઠા બાદ આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને અમૂક વિસ્તારોમાં કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ અને રાજકોટ,ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજકોટમાં પહેલી વાર ગરમીનો પારો 44 ડિગ્રીને પાર 

રાજ્યના પાંચ શહેરો કે જ્યાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો આજે  ઇતિહાસમાં પહેલી વખત 44 ડિગ્રી તાપમાન રહ્યું છે. લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની મનપાએ અપીલ કરી છે.

GPSC ના છબરડા : ઉમેદવારોનો પારદર્શિતા પર સવાલ, બે જ પરીક્ષામાં 55 થી વધુ પ્રશ્નોમાં સુધારો

રાજ્યમાં હજુ પણ ગરમીથી રાહત નહીં

હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, હજુ પણ સાત દિવસ રાજ્યમાં હિટવેવ અને ગરમી પડશે. તો આજથી 3 દિવસ અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે અને તાપમાન 43-44 ડિગ્રી રહેશે. તો આજથી 3 દિવસ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પારો ઊંચો જઈ શકે છે. આજે અમદાવાદનું તાપમાન વધી સિઝનમાં પહેલીવાર 44.3 ડિગ્રી પર પહોંચી જતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતો હતો.  કાળઝાર ગરમી વચ્ચે હીટ સ્ટ્રોક, ડાયેરીયા, તાવ, બેભાન થવું, ગંભીર બીમારી ધરાવતા લોકોમાં બેચેની થવી વગેરે જેવા કેસોમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. 

    follow whatsapp