ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.

હવામાન વિભાગની આગાહી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ પછી ઠંડીનું જોર વધી શકે છે. જોકે ઉત્તરાયણનો તહેવાર લોકો માટે સારો સાબિત થઈ શકે છે. અહીં પતંગ રસિકોને યોગ્ય ગતિએ પવન ફૂંકાય એવી આગાહી થતા મજા પડી જશે. કારણ કે ઘણીવાર ઉત્તરાયણમાં યોગ્ય પવન ન હોય તો લોકોની મજા બગડી જાય છે. પતંગ આકાશમાં ચગાવી શકતા નથી.

આ વખતે મનમૂકીને માણી શકાશે ઉત્તરાયણ..
ઉત્તરાયણ તહેવાર ઉજવવા માટે કહેવાય છે કે લોકો મનમૂકિને આની મજા માણી શકશે. પવન પણ સારો ફૂંકાશે અને વાતાવરણ પણ અનુકુળ રહેશે. જોકે સવારમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોઈ શકે છે પરંતુ ત્યારપછી સ્થિતિમાં સારો સુધાર આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT