જૂનાગઢ: મેયરના વોર્ડમાં જ લોકો ગંદકી-રોગચાળાથી પરેશાન, મહિલાઓએ કર્યું રસ્તા રોકો આંદોલન

Yogesh Gajjar

02 Aug 2022 (अपडेटेड: Aug 2 2022 5:18 PM)

જૂનાગઢ: શહેરમાં ચોમાસાની સીઝનમાં મેયરના વોર્ડમાં જ ગંદકીની ફરિયાદો ઉઠી છે. ગંદકી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. લાંબા સમયથી સ્થાનિકોની…

gujarattak
follow google news

જૂનાગઢ: શહેરમાં ચોમાસાની સીઝનમાં મેયરના વોર્ડમાં જ ગંદકીની ફરિયાદો ઉઠી છે. ગંદકી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. લાંબા સમયથી સ્થાનિકોની માંગ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ ઉકેલ ન કરાતા લોકોએ રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. જેના પરિણામે કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો

જૂનાગઢના મેયરના વોર્ડ નંબર-9માં અનેક ફરિયાદો કરવા છતાં પણ ગટરોનું રીપેરિંગ ન થતા ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. આ માટે સ્થાનિકો દ્વારા ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છતાં તેનું કોઈ નિરાકરણ ન આવતા તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. વોર્ડ નં.9માં મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેમાં રોડ પર જ ગટરના ભૂંગળા પાથરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.

કોર્પોરેશનના અધિકારીઓ તથા મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ અધિકારીઓએ પોલીસની મદદ લઈને તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમ છતાં લોકો ન માનતા આખરે કોર્પોરેટરે ખૂદ સામે આવીને આવતીકાલથી નિયમિત સફાઈ થશે તેવી ખાતરી આવતા મામલો શાંત થયો હતો.

    follow whatsapp