Weather Update: મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, મતદાન મથક પર કુલરથી માંડીને ORS સુધીની તમામ વ્યવસ્થા

Gujarat Tak

• 03:40 PM • 04 May 2024

Gujarat Weather Update: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં અસહ્ય ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આગામી ચાર દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Weather Update

મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થશે

follow google news

Gujarat Weather Update: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં અસહ્ય ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આગામી ચાર દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં બે દિવસ બાદ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ પણ વાંચો

મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થશે 

ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા એક મહિનાથી ઉનાળાનું તાપમાન સતત 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. હવે ગુજરાતમાં સુરત લોકસભા સિવાયની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે 7 મે એટલે કે મતદાનના દિવસે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કામાં ઓછા મતદાનને જોતા, ભાજપ અને કોંગ્રેસ બંને તેમના મતદારોને 11 વાગ્યા પહેલા મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ચૂંટણી સભાઓમાં પહેલા મતદાન, પછી નાસ્તાની અપીલ કરવામાં આવી રહી છે.

મતદાન મથકો પર મતદારો ખાસ વ્યવસ્થા

ગુજરાતમાં મતદાન સમયે ઉનાળાનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા વચ્ચે ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરી લીધી છે. મતદાન મથકો પર મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદાન મથકો પર મંડપ, કુલર, પાણીની બોટલ અને ORS ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓની મદદથી મતદાન મથકના કર્મચારીઓને ગરમી સંબંધિત સમસ્યાઓના લક્ષણો અને પ્રાથમિક સારવારની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

'કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું', Banaskantha માં પ્રિયંકા ગાંધીની ગેરંટી

ક્યાં કેટલું તાપમાન નોંધાયું

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 41.7, ગાંધીનગરમાં 41.2, આણંદ અને વડોદરામાં 40.8, કચ્છમાં 40.6 અને જૂનાગઢમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સ્થિતિમાં જો છેલ્લા 10 દિવસની વાત કરીએ તો 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ગરમીના કારણે થતી સમસ્યાઓ અંગે 2400 થી વધુ કોલ આવ્યા છે. ગરમીથી બચવા માટે અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડૉ.પ્રવીણ ગર્ગે જણાવ્યું કે હીટવેવથી બચવા માટે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળો. વધુ પ્રવાહીનું સેવન કરો, જો ચક્કર આવે, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જેઓ બ્લડપ્રેશર, હાર્ટ, કીડની, લીવર વગેરે જેવી સમસ્યાઓથી પીડિત હોય તેમણે પોતાની ખાસ કાળજી લેવી જોઈએ.

    follow whatsapp