વેજના બદલે નોનવેજ સેન્ડવીચઃ અમદાવાદની હોટલની બેદરકારી સામે હવે યુવતીએ 50 લાખની કરી માંગ

Gujarat Tak

05 May 2024 (अपडेटेड: May 5 2024 2:17 PM)

Ahmedabad News: અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી પનીર ટિક્કા સેન્ડવીચ ઓર્ડર કરવા પર નિરાલી પરમાર નામની યુવતીને ચિકન સેન્ડવીચ આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.

Ahmedabad News

વેજના બદલે નોનવેજ સેન્ડવીચ

follow google news

Ahmedabad News: અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી પનીર ટિક્કા સેન્ડવીચ ઓર્ડર કરવા પર નિરાલી પરમાર નામની યુવતીને ચિકન સેન્ડવીચ આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.  નિરાલી પરમારે જ્યારે સેન્ડવીચ ખાધી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેને પનીર નહીં નોનવેજ સેન્ડવીચ આપવામાં આવી છે. જે બાદ યુવતીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો

અમદાવાદની યુવતીને થયો ખરાબ અનુભવ

ઘણીવાર રેસ્ટોરન્ટ પર અથવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા પર ઘણા લોકોને કડવો અનુભવ થતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેને લઈને નિરાલી પરમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી છે. 

ઝેમોટોમાંથી મંગાવી હતી સેન્ડવીચ

જે મુજબ 3 મેના રોજ જ્યારે નિરાલી પરમાર સાઈન્સ સિટી વિસ્તારમાં આવેલી તેની ઓફિસમાં હતી, ત્યારે તેણે ઝોમેટોમાંથી વેજીટેબલ ફૂડનો ઓર્ડર આપ્યો હતો. નિરાલીએ  પિક અપ મિલ્સ બાય ટેરા  નામની ફૂડ ચેઈન દ્વારા પનીર ટિક્કા સેન્ડવીચ મંગાવી હતી, પરંતુ તેને પનીર સેન્ડવીચના બદલે ચિકન સેન્ડવીચ આવી ગઈ હતી. 

મંગાવી પનીર આવી ચિકન સેન્ડવીચ 

શરૂઆતમાં નિરાલી પરમારને સમજાયું નહીં કે તેને જે વસ્તુ આવી તે ચિકન સેન્ડવીચ હતી. જ્યારે નિરાલીએ આ સેન્ડવીચ ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેને શંકાસ્પદ લાગતા તેણે સેન્ડવીચને ચેક કરી તો ચિકન સેન્ડવીચ હોવાનું જાણવા મળ્યું. 

50 લાખના વળતરની કરી માંગ

નિરાલીએ ફરિયાદમાં કહ્યું છે કે તેણે ક્યારે પોતાના જીવનમાં નોનવેજ નથી ખાધું. તે સંપૂર્ણ વેજિટેરિયન છે. આ તેના માટે બહુ ખરાબ અનુભવ છે. આ અંગે તેને 50 લાખના વળતરની માગ કરી છે.

ફટકારવામાં આવ્યો 5 હજારનો દંડ

આ ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ ઓફિસર ભાવિન જોષીએ જણાવ્યું કે, યુવતી તરફથી વેજિટેબલ ફૂડનો ઓર્ડર આપ્યા બાદ નોન-વેજ ફૂડ ડિલિવરી કરવામાં આવી હોવાની ફરિયાદ મળી છે. તપાસ બાદ નિયમ મુજબ 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હું કન્ઝ્યુમર કોર્ટમાં જઈશઃ નિરાલી 

નિરાલી પરમારે કહ્યું છે કે આ દંડ નજીવો છે અને તે કન્ઝ્યુમર કોર્ટમાં જશે અને 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરશે.

ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ
 

    follow whatsapp