રાજકોટઃ વાયરલ ઓડિયો મામલે કુંવરજીનો ગજેન્દ્ર રામાણી પર મોટો આક્ષેપઃ કહ્યું મને નુકસાન કરવા…

Urvish Patel

• 10:48 AM • 06 Dec 2022

રાજકોટઃ રાજકોટમાં ચૂંટણી પુરી થયા પછી પણ રાજકીય માહોલ સતત ગરમ થતો રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય મતભેદ થવા સ્વાભાવીક છે. જોકે આ…

gujarattak
follow google news

રાજકોટઃ રાજકોટમાં ચૂંટણી પુરી થયા પછી પણ રાજકીય માહોલ સતત ગરમ થતો રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય મતભેદ થવા સ્વાભાવીક છે. જોકે આ દરમિયાન એક ફરતા થયેલા ઓડિયોને લઈને ભાજપના નેતા કુંવરજી બાવળિયા દ્વારા ગજેન્દ્ર રામાણી અને નગરલાપિકાના પ્રમુખ સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો

અગાઉ પણ મેં ફરિયાદ કરી હતીઃ કુંવરજી
કુંવરજી બાવળિયાએ જ્યારે ઓડિયો સાંભ્યો ત્યારે તેમણે કહ્યું કે, આ ઓડિયો પરથી સાબિત થાય છે કે ગજેન્દ્ર રામાણી અને નગર પાલિકાના પ્રમુખ સભ્યો સહિતની ટોળકી પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. જય ભોલે નાથ તેવી સાંકેતિક ભાષામાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપતા હતા. આ બાબતે મેં અગાઉ પણ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે. જોકે પગલા લેવાયા ન્હોતા જેની અસર ચૂંટણી પર જોવા મળી રહી છે.

ઓડિયો હું હાઈકમાન્ડના ધ્યાને મુકીશઃ બાવળિયા
તેમણે કહ્યું કે આ ઓડિયોને હું હાઈકમાન્ડના ધ્યાને મુકીશ. મતદાન વખતે ખુબ નુકસાન કર્યું છે. જે રીતે ગજેન્દ્ર ભાઈ બોલે છે તેથી સાબિત થાય છે કે તેની પાછળ ભરત બોધરાનો દોરી સંચાર છે.

(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp