Lok Sabha Election: ગુજરાતમાં આવતીકાલે 'મહાજંગ', જુઓ કઈ બેઠક પર કોની સામે કોણ ટકરાશે

Gujarat Tak

06 May 2024 (अपडेटेड: May 6 2024 5:12 PM)

Lok Sabha Election: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. તો આવતીકાલે ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે.

Lok Sabha Election

ચૂંટણીનો મહાજંગ

follow google news

Lok Sabha Election: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. તો આવતીકાલે ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. આવતીકાલે  ગુજરાતની 26માંથી એક બેઠક બિનહરીફ થતાં 25 બેઠકો માટે મતદાન થશે. સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. 

આ પણ વાંચો

ગુજરાતની 25 બેઠકો પર મતદાન

ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

આ પણ વાંચોઃ Rupala Contervy: જયરાજસિંહ જાડેજાએ સંકલન સમિતિ પર કર્યો પ્રહાર, જુઓ ક્ષત્રિય આંદોલન પર શું બોલ્યા

 

265 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સહિત અન્ય પાર્ટીઓ અને અપક્ષના 265 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે. 

આ પણ વાંચોઃ બંધ DJ...પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જામનગરમાં ભાજપના 'મેડમ'નો શાંત પ્રચાર

 

PM મોદી સહિત આ દિગ્ગજો રહેશે હાજર

આવતીકાલે થવા જઈ રહેલા મતદાનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી રાતે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી 7:30 વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે.

કઈ-કઈ બેઠકો પર યોજાશે ચૂંટણી?

બેઠક ભાજપ કોંગ્રેસ-આપ
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠા રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્વિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પૂનમ માડવ જે.પી.મારવિયા
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચોહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર પ્રભાબહેન તાવડિયા
બારડોલી પ્રભુભાઈ વસાવા સિદ્રાર્થ ચૌધરી
નવસારી સી.આર.પાટીલ નૈષદ દેસાઈ
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વ હસમુખભાઈ પટેલ હિંમતસિંહ પટેલ
ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
વડોદરા હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
જૂનાગઢ રાજેશ ચુજાસમા હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
અમરેલી ભરત સુતરિયા જેનીબહેન ઠુંમ્મર
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)


 

    follow whatsapp