બંધ DJ...પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જામનગરમાં ભાજપના 'મેડમ'નો શાંત પ્રચાર
Jamnagar Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મે 2024ના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા અને મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહી છે.
ADVERTISEMENT
Jamnagar Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મે 2024ના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા અને મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે સૌરાષ્ટ્રની સૌથી મહત્વની ગણાતી રાજકોટ બેઠક પર દરેકની નજર છે કારણ કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ તેમની સામે થઈ ગયો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા હવે આ વિરોધ ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયો છે. ક્ષત્રિયો હવે ઠેર-ઠેર મહાસંમેલન યોજીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. તો ઠેર-ઠેર ક્ષત્રિયો ભાજપના ઉમેદવારો અને કાર્યકરોનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિયોના ખૌફ જામનગરમાં નીકળેલી પૂનમ માડમની રેલીમાં સ્પષ્ટ જોવા મળ્યો છે.
પૂનમ માડમની રેલીમાં થયો હતો વિરોધ
જામનગર લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મ 2014 અને 2019થી પૂનમ માડમ સાંસદ છે ત્યારે આ વખતે ભાજપે ફરી તેમને રિપીટ કર્યા છે. કોંગ્રેસના લેઉવા પાટીદાર ઉમેદવાર જે.પી મારવિયા મેદાને છે. ત્યારે હાલ પૂનમ માડમને પ્રચારમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જામ જોધપુર, કાલાવડ, અને ત્યારબાદ ધ્રોલમાં પૂનમ માડમની રેલીમાં ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાયો 'શાંત' રોડ શૉ
ગઈકાલે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો રોડ શૉ યોજાયો હતો. જોકે, આ રોડ શૉમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પૂનમ માડમના રોડ શૉમાં આગળ બંધ ડીજે, પાછળ પોલીસનો મોટો કાફલો, ત્યારબાદ ભાજપના કાર્યકરો અને બાદમાં ખુલ્લી કારમાં પૂનમબેન માડમ. એટલું જ નહીં પૂનમ માડમની ખુલ્લી કારની આજુબાજુ પણ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
શું પૂનમ માડમને છે ક્ષત્રિયોનો ડર?
પૂનમબેનના રોડ શૉમાં આટલો બંદોબસ્ત ગોઠવવામાં આવતા હવે એવો સવાલ થઈ રહ્યો છે કે શું પૂનમ માડમને ક્ષત્રિયોનો ખૌફ છે? પૂનમ માડમને જીતની હેટ્રિક મારવામાં ક્ષત્રિય આંદોલન નડશે? PM મોદીની સભા બાદ પણ પૂનમ માડમની જીત મુશ્કેલ? જામનગર બેઠકની વાત કરીએ તો રાજકોટ બાદ જામનગર બેઠક હવે ક્ષત્રિય આંદોલનનું જાણે એ.પી.સેન્ટર બની ગઈ છે.
ADVERTISEMENT
ભાજપ દ્વારા કરાયા અનેક પ્રયાસો
અગાઉ સી.આર.પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ ઊછળી પછી પૂનમ માડમના રોડ શૉમાં વિરોધ જોવા મળ્યો. આમ તો આ બેઠકની ચૂંટણી ભાજપ માટે વનસાઈડ ગેમ મનાતી હતી. પરંતુ પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ જામનગર લોકસભા બેઠક હોટ સીટ બની ગઈ છે. એવું નથી કે ભાજપ હાથ પર હાથ રાખીને બેસી રહ્યું, ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના અનેક તબક્કે પ્રયત્નો કરાયા પરંતુ વિવાદ પૂરો થતો જ નથી.
ADVERTISEMENT
2 મેના રોજ PM મોદીએ યોજી હતી સભા
2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરીને હાલારી પાઘડી પહેરીને જામનગરમાં સભાને સંબોધી. જેના બીજા જ દિવસે ક્ષત્રિયોએ મોટું સંમેલન બોલાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લઈ લીધો. એટલે જામગરની બેઠક પર ભાજપ માટે મોટા પડકાર ઊભા થયા છે. જામનગર લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મ 2014 અને 2019થી પૂનમ માડમ સાંસદ છે ત્યારે આ વખતે તેમને જીતની હેટ્રિક મારવામાં ક્ષત્રિય આંદોલન નડશે કે કેમ તે મોટો સવાલ છે.
ADVERTISEMENT