ક્ષત્રિય સમાજના આંદોલનથી ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો પર ફટકો પડી શકે? પી.ટી જાડેજાનો માટો દાવો

Gujarat Tak

20 Apr 2024 (अपडेटेड: Apr 20 2024 4:45 PM)

ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે પરશોત્તમ રૂપાલાને હજુ પણ ટિકીટ પાછી ખેંચવાની તક છે. તેમણે વધુમાં કહ્યું- અમે 8 જિલ્લામાં ભાજપને ચોક્કસ હાર અપાવીશું.

Lok Sabha Election

Lok Sabha Election

follow google news

Rajkot News: રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા હજુ વિરોધ શાંત થઈ રહ્યો નથી. ક્ષત્રિય સમાજ દ્વારા 19 એપ્રિલ સુધીનું એલ્ટીમેટમ આપ્યા બાદ આંદોલનના પાર્ટ-2ની જાહેરાત કરાઈ હતી. આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય આગેવાન પી.ટી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપનું ટેન્શન વધારતી વાત તેમણે જણાવી હતી.

આ પણ વાંચો

ભાજપને 8 જિલ્લામાં હરાવવાનો દાવો

ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે પરશોત્તમ રૂપાલાને હજુ પણ ટિકીટ પાછી ખેંચવાની તક છે. તેમણે વધુમાં કહ્યું- અમે 8 જિલ્લામાં ભાજપને ચોક્કસ હાર અપાવીશું. આગામી દિવસોમાં આણંદ અને વડોદરામાં સંમેલન કરવામાં આવશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ સંમેલન કરશે. સંકલન સમિતીમાં કોઇ રાજકીય વ્યક્તિ શામેલ નથી. 92 સંસ્થાઓની સંખ્યા હવે 500 પહોંચી ગઇ છે. પદ્મિનીબા વાળા અને યુવરાજસિંહ જાડેજાએ સંકલન સમિતી સામે જે સવાલો ઉભા કર્યા તે વ્યક્તિગત નિવેદન હોઇ શકે છે. ક્ષત્રિય સમાજમાં કોઇ ભાગ નથી.

આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવારે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા સાંકળ મારી, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ

શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખશે ક્ષત્રિય સમાજ

ક્ષત્રિયાણીઓના જોહરની વાત પર તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતી જોહર કરવાની વાત સાથે સહમત નથી. જે લોકોએ આવું નિવેદન કર્યું તેની વ્યક્તિગત વાત છે. અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીશું. ક્ષત્રિય યુવાનો આંદોલન દરમિયાન કોઇ કાયદો હાથમાં નહિ લે. અમે ક્યારેય સરકાર પાસે ટિકીટ નથી માંગી રહ્યા. રાજેન્દ્રસિંહ રાણા બાદ અમારા કોઇ સાંસદ રહ્યા નથી. ચૂંટણી પહેલા રાજ્યસભાનો ટુકડો આપી દીધો છે. અમે કોંગ્રેસને નહિ ભાજપના હરીફ ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: 5 વર્ષમાં CR પાટીલની મિલકત બે કરોડનો વધારો, જાણો કેટલી છે કુલ સંપત્તિ

ક્ષત્રિય સમાજ પાસે માંગશે સમર્થન

ક્ષત્રિય સમાજ આંદોલનને આગળ વધારતા હવે પાટીદાર સમાજ પણ તેમના સમર્થનમાં આવે તેવા પ્રયાસ કરશે. પી.ટી.જાડેજાએ જણાવ્યું હતું કે, આવતીકાલે માં ખોડલના દર્શન કરવા ખોડલધામ જઈશું. ત્યાં નરેશ પટેલ ઉપસ્થિત રહેશે તો તેમની સાથે પણ ચર્ચા કરીશું અને આંદોલનમાં પાટીદાર સમાજ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવે તેવા પ્રયાસો કરીશું.

(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)

 

    follow whatsapp