Lok Sabha Election 2024: 5 વર્ષમાં CR પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, જાણો કેટલી છે કુલ સંપત્તિ

ADVERTISEMENT

Lok Sabha Election 2024
નવસારી કોંગ્રેસના ઉમેદવાર પાસે કુલ કેટલી સંપત્તિ
social share
google news

CR Patil property: નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે ગઇકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. સી.આર.પાટીલના નામાંકન પત્ર ભર્યા બાદ તેમની સંપતિને લઈને માહિતી સામે આવી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, પાંચ વર્ષમાં સી.આર.પાટીલની મિલકતમાં 2 કરોડનો વધારો થયો હતો. જ્યારે પાટીલની પત્નિની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયો હતો. પાટીલ અને તેમની પત્નિની કુલ મિલકતમાં 38.19 કરોડનો દર્શાવવામાં આવી હતી. સી.આર.પાટીલના પત્નિની કુલ મિલકત 17.94 કરોડ દર્શાવવામાં આવી છે. આ સિવાય તેમણે વિવિધ  મિલકતમાં રોકાણ કર્યું છે તેમજ તેમના વાહનો અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

નવસારી કોંગ્રેસના ઉમેદવાર પાસે કુલ કેટલી સંપત્તિ

તો બીજી બાજુએ નવસારી બેઠક સી.આર.પાટીલ સામે કોંગ્રેસે  નૈષધ દેસાઈને ટિકિટ આપી છે. તેમણે પણ ગઇકાલે ફૉર્મ ભર્યું હતું. તેમની સંપતિ વિશે વાત કરવામાં આવે તો કુલ 6.45 કરોડ રૂપિયાની મિલકત દર્શાવી હતી.  નૈષધ દેસાઈ અને તેમનાં પત્નિની કુલ મિલકત 14.18 કરોડ હતી. નૈષધ દેસાઈના પત્નિના નામે 7.73 કરોડની મિલકત હોવાનો પણ ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ કર્યો છે.

Elon Musk India Visit: એલન મસ્કનો ભારત પ્રવાસ હાલ મોકૂફ, બહાર આવ્યું મોટું કારણ! 


નવસારી બેઠક પર કુલ કેટલા ઉમેદવાર મેદાને

ગઇકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે નામાંકન માટે છેલ્લો દિવસ હતો. ત્યારે નવસારીની બેઠક પર ભાજપ-કોંગ્રેસ સિવાય કુલ 35 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. તા. 12 થી 19 એપ્રિલ દરમ્યાન ભરાયેલ ઉમેદવારી પત્રોની તા. 20 એપ્રિલનાં રોજ સવારે 11 વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમજ તા. 22 એપ્રિલનાં રોજ બપોરનાં 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT