અમદાવાદમાં વાહન ચાલકોને ગરમીથી રાહત માટે AMCનો નવતર પ્રયોગ, ટ્રાફિક સિગ્નલ પર પાણીના 'ફુવારા' મૂકાયા

Gujarat Tak

• 10:36 AM • 09 Apr 2024

Ahmedabad News: ઉનાળાની આકરી ગરમીથી વાહન ચાલકોને રાહત માટે કોર્પોરેશન દ્વારા નવો પ્રયોગ હાથ ધરીને ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંક્લર લગાવવામાં આવ્યા છે.

Ahmedabad News

Ahmedabad News

follow google news

Ahmedabad News: ઉનાળાની આકરી ગરમીથી શહેરમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ હિટ એક્શન પ્લાન બનાવ્યો છે. શહેરમાં બપોરે ટ્રાફિક સિગ્નલ પર લોકોને ઊભા રહેવા દરમિયાન વધુ તાપ લાગતો હોય છે. એવામાં કોર્પોરેશન દ્વારા નવો પ્રયોગ હાથ ધરીને ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંક્લર લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં હાલમાં એક સ્થળ પર આ પ્રયોગ હાથ ધરાયો છે અને આગામી દિવસોમાં વધુ સિગ્નલો પર આ પ્રકારના સ્પ્રિંકલર લગાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: નવરાત્રીના પ્રથમ દિવસે શેર બજારમાં રોનક...Sensex પહેલીવાર 75000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

સિગ્નલના ટાઈમ મુજબ વોટર સ્પ્રિંકલર ચાલુ-બંધ થશે

અમદાવાદમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. આકરા તાપના કારણે બપોરે 12થી 5 સુધી કામથી બહાર જતા અનેક લોકોને હિટવેવની પણ અસર થાય છે. આ વચ્ચે મણિનગકમાં આવેલા ટ્રાફિક જંક્શન ખાતે બે દિવસથી વાહન ચાલકોને રાહત માટે પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેથી સિગ્નલની નીચે ઊભા રહેલા લોકોને ગરમીમાં રાહત મળે. બપોરે 12થી સાંજે 5 સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ અને બંધ થશે. આ માટે તેમાં ટાઈમર પણ સેટ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: iPhone બાદ હવે Apple ઘર બનાવશે, ભારતમાં અહીં બનશે 78 હજાર મકાનો, જુઓ કોને મળશે ફાયદો

શહેરમાં 120 જેટલા જંક્શન બપોરે બંધ

હાલમાં AMC દ્વારા પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. લોકોનો સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં તેને વધુ ટ્રાફિક સિગ્નલ પર પણ લગાવવાનું આયોજન છે. તો બીજી તરફ શહેરના 300થી વધુ ટ્રાફિક જંક્શન આવેલા છે, જેમાંથી ઓછો ટ્રાફિક ધરાવતા 120 જેટલા જંક્શનને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

    follow whatsapp