નવરાત્રીના પ્રથમ દિવસે શેર બજારમાં રોનક...Sensex પહેલીવાર 75000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

ADVERTISEMENT

Share Market
નવરાત્રીના પહેલા દિવસે શેર માર્કેટ ખીલી ઉઠ્યું
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો

point

પહેલા જ દિવસે શેરબજારમાં જોરદાર તેજી

point

Sensex અને નિફ્ટીએ લગાવી છલાંગ

Share Market: આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજાર (Share Market)એ તેનું સ્વાગત કરતા નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શેરબજાર (Share Market) ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સે જોરદાર છલાંગ લગાવી અને પહેલીવાર 75000નો આંકડો પાર કરી લીધો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ રોકેટની સ્પીડે દોડ્યો અને 22,700ના નવા શિખરને સ્પર્શી ગયો. 

ખુલતા જ Sensexએ મચાવી ધમાલ

મંગળવારે શાનદાર ગ્લોબલ સંકેતોની વચ્ચે  Stock Market માં જોરદાર તેજીની સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. બીએસઈ સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પહેલીવાર 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલ્યો અને આ તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. 

NSE નિફ્ટીમાં પણ જોવા મળી તેજી

છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ (BSE Sensex) 74,742.50ના લેવલે ક્લોઝ થયો હતો. NSE નિફ્ટી (NSE Nifty) પણ સેન્સેક્સની સાથે આગળ વધતો જોવા મળ્યો અને બજાર ખુલતાંની સાથે જ નવા શિખરે પહોંચ્યો. નિફ્ટીએ 22,765.10ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, NSEનો આ ઈન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30ના સ્તર પર બંધ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT