ભર ઉનાળે દાંતા-દાહોદમાં કમોસમી વરસાદ, 13 એપ્રિલથી ફરી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે ફરી એકવાર માવઠું થયું છે. બનાસકાંઠા અને દાહોદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદી માવઠાની આગાહી કરી છે. 

Rainfall

દાંતામાં વરસાદની તસવીર

follow google news

Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે ફરી એકવાર માવઠું થયું છે. બનાસકાંઠા અને દાહોદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદી માવઠાની આગાહી કરી છે. 

13-14 એપ્રિલે ગુજરાતમાં ક્યાં પડી શકે વરસાદ?

હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 13 અને 14 એપ્રિલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. જે મુજબ, 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત,ભરૂચ,  સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. તો 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. આ સાથે ભારે પવન ફૂંકાવા સાથે વાવાઝોડાની પણ આગાહી છે. 

અમદાવાદમાં ગુરુવાર સીઝનનો સૌથી ગરમ દિવસ

આ સાથે પાંચમા દિવસે સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદમાં વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. હાલ હિટવેવની શક્યતા નહીવત રહેશે. જોકે અમદાવાદમાં ગુરુવારે સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. શહેરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 41 ડિગ્રી અને રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

બનાસકાંઠા-દાહોદમાં વાતાવરણમાં પલટો

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાંતા તાલુકાના મંડાલી, ભાનપુર સહિતના ગામોમાં પવન સાથે 1 કલાકથી વધુ સમય વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દાહોદ જિલ્લામાં પણ ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો હતો, તો ક્યાંક કરાવૃષ્ટિ પણ થઈ હતી.

    follow whatsapp