હિંડનબર્ગના ખુલાસા વચ્ચે ફરી રોકેટ બન્યા Adaniના શેર, આ કંપનીએ 4 દિવસમાં પૈસા ડબલ કરી નાખ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગના આરોપોની સૌથી વધુ અસર ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરો પર જોવા મળી હતી. પરંતુ હવે આ શેરમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. 3 ફેબ્રુઆરીએ Adani Enterprisesના શેરો 35 ટકાના ઘટાડા સાથે એક વર્ષના નીચલા સ્તર 1017 રૂપિયાએ પહોંચી ગયા હતા. તે દિવસે શેરોમાં લોઅર સર્કિટ પર લોઅર સર્કિટ વાગી રહી હતી.

105 મિનિટમાં અદાણીના શેરમાં 45 હજાર કરોડનો ફાયદો
પરંતુ 3 ફેબ્રુઆરી બાદ અચાનક જ શેરોમાં ફરી તેજી આવી અને ત્યારથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ એક જ અઠવાડિયામાં શેરના ભાવ 1017 રૂપિયાથી વધીને 2073 રૂપિયા સુધી પહોંચી ગયા જે 112 ટકાનો વધારો છે. ગઈકાલે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 19.76 ટકાના વધારા સાથે બંધ થયો. માત્ર 105 મિનિટમાં જ અદાણીના શેરમાં રૂ.45 હજાર કરોડનો ફાયદો થયો હતો.

ચાર દિવસમાં પૈસા ડબલ
માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં જ અદાણીના શેર 1017 રૂપિયાના ન્યૂનતમ સ્તરથી 2073 રૂપિયા સુધી પહોંચી ગયા. એટલે કે માત્ર 4 દિવસમાં જ 100 ટકાની તેજી નોંધાઈ. જો કોઈ વ્યક્તિએ 3 ફેબુઆરીએ ઘટાડા વખતે અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તે 2 લાખ બની ગયા હોત. માત્ર 4 દિવસમાં જ શેરોના ભાવ ડબલ થઈ ગયા.

આ પણ વાંચો

ADVERTISEMENT

અદાણી એન્ટરપ્રાઈઝના શેરની ઓલટાઈમ હાઈ પ્રાઈઝ 4190 રૂપિયા
નોંધનીય છે કે, આ શેરોનો 52 વીક હાઈ 4190 રૂપિયા છે. જે ડિસેમ્બર 2022માં જોવા મળ્યો હતો. જોકે હિંડનબર્ગના ખુલાસા બાદ સૌથી વધારે અસર અદાણી એન્ટરપ્રાઈઝ પર પડી હતી. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને ખુલાસા કર્યા અને તેના 3 દિવસ બાદ 27 જાન્યુઆરીએ અદાણી એન્ટરપ્રાઈઝનો FPO ખુલ્યો હતો. FPO દ્વારા કંપની 20 હજાર કરોડ રૂપિયા એકઠા કરી હતી. જોકે શેરોમાં ઘટાડાના કારણે કંપનીએ FPO પરત ખેંચી લીધો હતો અને રોકાણકારોના પૈસા પરત કરી દીધા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT