BJP નેતા અને કચ્છના મહંત યોગી દેવનાથ વિવાદમાં, મહિલા બનીને ફોલોઅર્સ વધાર્યાનો દાવો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ભાજપના નેતા અને કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ હાલમાં વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમણે મહિલાનું નામ રાખીને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધાર્યા છે. જોકે વેરિફિકેશન માટે સાચું નામ અને ફોટો મૂકતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કોંગ્રેસના નેતા બી.વી શ્રીનિવાસે એક સ્ક્રીનશોટ મૂકીને આ દાવો કર્યો છે. બીજી તરફ મામલો સામે આવતા હવે યોગી દેવનાથે એક વીડિયો જારી કરીને પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાનું જણાવ્યું છે.

કોંગ્રેસને મહિલાના નામે ફોલોઅર્સ વધાર્યાનો દાવો
કોંગ્રેસના નેતા બી.વી શ્રીનિવાસે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરની એક પોસ્ટનો સ્ક્રીનશોટ મૂક્યો છે. તેમણે યોગી દેવનાથ પર આક્ષેપ કર્યો છે કે, મિતાલીબેન, શું મળે છે આવા વાહિયાત ફોટોશોપ કરીને? મહિલાઓનું નામ વાપરીને પોતાના ફોલોઅર્સ વધારીને? ક્યારેય શરમ નથી આવતી?. બીજી તરફ મોહમ્મદ ઝુબેરએ પોસ્ટ કરેલી તસવીરમાં યોગી દેવનાથ 8.51 લાખ ફોલોઅર્સ થવા પર તમામનો આભાર માની રહ્યા હોય છે. જોકે તેમની આ પોસ્ટમાં નીચે લખ્યું છે કે, ‘તમારા લોકોનો આવી જ રીતે એક બહેનને પ્રેમ મળતો રહે.’

આ પણ વાંચો

ADVERTISEMENT

યોગી દેવનાથે સમગ્ર મામલે શું કહ્યું?
જોકે સમગ્ર વિવાદ સામે આવતા હવે યોગી દેવનાથે પોતાનો એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે આ બધું કોંગ્રેસનું કરેલું છે, આ તેમનું એકાઉન્ટ અગાઉ હેક થયું હતું તે દરમિયાન કોઈના દ્વારા નામ બદલાયું છે. આ માટે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ અગાઉ નોંધાવેલી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT