ધનેશ પરમાર.બનાસકાંઠાઃ થરાદમાં ફોરલેન રોડની ઢીલી કામગીરીને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટરે થરાદના રોડ વિભાગ સહિતના અધિકારી અને એજન્સી સાથે બેઠક યોજી હતી. આ મામલે થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ તંત્રની ઢીલી નીતિને આડે હાથ લઈ કલેકટર અને કોન્ટ્રાકટરને ખખડાવી નાખ્યા હતા અને નિષ્ક્રિયતા બાબતે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું હતું.
દરેક કામનું અપડેટ આપવા MLAનું સૂચન
થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ પોતાની વિધાનસભામાં કામોને હાથ ધર્યા છે. ત્યારે અહીં ફોરલેન રોડની કામગીરી ગોકળગતિએ ચાલતા રાહદારીઓ ધૂળ અને તૂટેલા રસ્તા તેમજ ગટરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેમાં થરાદ તાલુકાના આગેવાન ડી.ડી.રાજપૂતે વિધાનસભાના અધ્યક્ષ તેમજ આગેવાનોએ શંકર ચૌધરીને રોડનું કામ જલ્દી પુરૂ કરાવવા માટે રજૂઆત કરી હતી. જે બાદ શંકર ચોધરીએ પ્રજાની તકલીફમાં તુરંત કલેકટર અને વહીવટી તંત્રને કડકાઈએ આ ઢીલી નીતિ બાબતે જવાબદારી ફિક્સ કરી હતી. તુરંત ફોરલેન કામ હાથ પર લઈ પૂર્ણ કરવા અને દરેક કામની સીધી તેઓને અપડેટ્સ કરવા સૂચન કર્યું હતું.
Gujarat ના આ વિભાગોના 51 સરકારી બાબુઓ પર અપ્રમાણસરની મિલકતની તપાસ શરૂ કરી ACBએ
સમય પુરો થઈ ગયો છતા કામ નથી થયું
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના ફોરલેન રોડની કામગીરીને લઈને અધિકારીઓને કડક સૂચના આપ્યા બાદ જિલ્લા કલેકટરે થરાદ ખાતે આવી રોડ વિભાગના અધિકારીઓ અને એજન્સી સાથે બેઠક યોજી હતી. જેમાં ધારાસભ્ય વતી કાર્યાલય ઇન્ચાર્જ હેમજી ચૌધરી પણ હાજર રહ્યા હતા. રોડનું કામ તરત પૂરું કરવા માટે સૂચન કર્યું હતું. જેમાં થરાદમાં સાચોર હાઇવે રોડ પાણીના ટાંકાથી વાવ રોડ દૂધ કેન્દ્ર સુધી થરાદના મુખ્ય ફોરલેન રોડની કામગીરી ચાલી રહી છે. જેમાં રોડની બંને બાજુ હોસ્પિટલો આવેલી છે. આ દર્દીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. રોડ ઉપરથી ભારે વાહનો પસાર થાય છે એટલે ટ્રાફિકની સમસ્યા રહે છે. તેમજ ટ્રાફિકના લીધે અકસ્માતો પણ વધુ પ્રમાણમાં થાય છે. આ રોડની કામગીરી પૂરી કરવાનો સમય પણ પૂરો થઈ ગયો છે. પરંતુ રોડ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું નથી. તેમજ ગોકળગતિ અને ઢીલીનિતીથી આ કામ થઈ રહ્યું છે. જો કે તે બાદમાં જિલ્લા કલેકટરે વરુણ બરનવાલે રોડ વિભાગના અધિકારીઓ અને એજન્સીને કડક સૂચના આપી હતી.