MLA ક્રિકેટ લીગ: અલ્પેશ ઠાકોર સાબરમતી ટીમના, તો હાર્દિક પટેલ આ કેપ્ટન બન્યા, CM કઈ ટીમમાં રમશે?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં રાજનીતિક રમત રમી ચુકેલા ધારાસભ્યો હવે ક્રિકેટની રમત પણ રમવા જઈ રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર ચાલી રહ્યો છે. આઇપીએલ હોય કે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની લીગ હોય લોકોને ખુબ જ રસ પડતો હોય છે. એવામાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટની જાહેરાત થઈ ગઈ છે. સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23નું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જેમાં ધારાસભ્યો અને મીડિયા મિત્રોની મળીને 10 ટીમો ટૂર્નામેન્ટ રમશે. તારીખ 20,27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિરમગામના ધારાસભ્યને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

કુલ 10 ટીમો રમશે ટૂર્નામેન્ટમાં
ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો રમશે. જેમાં સાબરમતી, નર્મદા, સરસ્વતી, તાપી, વિશ્વામિત્રી, મહિસાગર, બનાસ, ભાદર અને મીડિયા ટીમો રમશે. જેમાં ખાસ વાત છે કે, વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નર્મદાની ટીમના કેપ્ટન બનાવાય છે, જ્યારે ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાબરમતી ટીમના કેપ્ટન બનાવાયા છે. સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમતા જોવા મળશે તો હર્ષ સંઘવી હાર્દિક પટેલની ટીમમાં રમતા જોવા મળશે.

કોબા ખાતેના એક ખાનગી સ્ટેડિયમમાં આયોજન
આ મેચનું આયોજન કોબા ખાતે આવેલા એક ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચનું આયોજન થશે. આ મેચ 20 ઓવરની રહેશે. જેનો પ્રથમ રાઉન્ડ 20-03-2023 ના દિવસે આયોજીત થશે. જેમાં બનાસની સામે વિશ્વામિત્રી ઉતરશે. આ મેચ સાંજે 7 વાગ્યે હશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યે તાપીની સામે ભાદર ઉતરશે. સરસ્વતીની સામે શેત્રુંજી 10 વાગ્યે ઉતરશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

27 તારીખે કાર્યક્રમનું આયોજન
27 તારીખે મેચનો બીજો રાઉન્ડ હશે. જેમાં સવારે 7 વાગ્યે સાબરમતીની સામે નર્મદાની ટીમ ઉતારવામાં આવશે. ત્યાર બાદ પ્રથમ મેચની વિજેતા ટીમ મહિસાગરની સામે 8.30 વાગ્યે ઉતરશે. જ્યારે મીડિયાની ટીમ સામે બીજી મેચની વિજેતા ટીમ ઉતરશે.

28 તારીખે ફાઇનલ મેચ
28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે. જેમાં સેમી ફાઇનલમાં મેચ ત્રણની વિજેતા ટીમ અને ચોથી મેચની વિજેતા સાંજે સાત વાગ્યે સામસામે ઉતરશે. જ્યારે પાંચમી મેચ અને છઠ્ઠી મેચની વિજેતા ટીમ સાંજે 8.30 વાગ્યે આયોજીત થશે. ત્યાર બાદ સાતમી મેચની વિજેતા ટીમ અને આઠમી મેચની વિજેતા ટીમ સામસામે ફાઇનલ સ્વરૂપે ટકરાશે. સાંજે 10 વાગ્યે.

ADVERTISEMENT

MLA ટૂર્નામેન્ટનું સમગ્ર ટાઈમ ટેબલ

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT