LRD-PSI ભરતી: ઉમેદવારોના સવાલના ભરતી બોર્ડે આપ્યા જવાબ, અહીં મળશે તમામ મૂંઝવણનું વન-સ્ટોપ સોલ્યુશન

ADVERTISEMENT

LRD-PSI Jobs
LRD-PSI Jobs
social share
google news

PSI-LRD Recruitment: પોલીસની નોકરીનું સપનું જોનારા યુવાઓ માટે હાલમાં LRD-PSI ભરતી ચાલી રહી છે. આ માટે 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. અત્યાર સુધીમાં ભરતી બોર્ડને કુલ 7,81,000 અરજી મળી છે જેમાંથી 6,45,000 અરજીઓ કન્ફર્મ થઈ છે. ફોર્મ ભરવા માટે હવે 7 જેટલા દિવસનો સમય બાકી રહ્યો છે. એવામાં ઘણા ઉમેદવારોને હજુ ફોર્મ ભરવાના બાકી છે અને અરજી કરવામાં કેટલીક મુંઝવણો અનુભવી રહ્યા છે. એવામાં ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે કેટલાક ટ્વીટ કરીને ઉમેદવારોને સૂચનો આપ્યા છે.

આ પણ વાંચો: 'ધારાસભ્યજી તમે OYO બંધ કરાવી દીધા, અમે ક્યાં જઈએ', BJP MLAએ બગીચામાં રેડ પાડતા પ્રેમી-પંખીડાની ફરિયાદ

 ઉમેદવારોને હસમુખ પટેલે આપી સલાહ

સોશિયલ મીડિયા X પર હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસ ભરતીમાં અરજી કરવા માટે હવે છેલ્લા સાત દિવસ બાકી છે. છેલ્લા દિવસોમાં વધુ લોકો એક સાથે અરજી કરવાના કારણે અરજી તથા દસ્તાવેજ અપલોડ કરવામાં મુશ્કેલી પડી શકે. જેથી જેને પણ અરજી કરવી હોય તે ઝડપથી કરી લે. ઉમેદવારોને અરજી કરવામાં મુશ્કેલી પડે તો આ અંગે વેબસાઈટ પર મુકેલ પ્રશ્નોત્તરી તથા youtube વિડીયો જોઈ લે જેથી કોઈપણ કારણસર તેમની અરજી રદ ન થાય.

આ પણ વાંચો: Ahmedabad: બેફામ દોડતી AMTS બસે ટુ-વ્હીલર પર જતા આધેડને કચડી નાખ્યા, CCTVમાં કેદ થઈ ઘટના

વેબસાઈટ પર મૂકાયા સવાલના જવાબ

https://lrdgujarat2021.in વેબસાઈટ પર લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને અનુભવાતા પ્રશ્નોના જવાબો મૂક્યા છે. જેમાં ફોર્મ ભરવાથી લઈને કયા કયા મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમણે અરજી સાથે અપલોડ કરવાના રહેશે તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. જેથી કરીને કોઈપણ ઉમેદવારનું ફોર્મ ભૂલના કારણે રિજેક્ટ કે નામંજૂર ન થાય. આ ઉપરાંત હસમુખ પટેલે પોતે પણ Youtubeમાં ઉમેદવારોના સવાલના જવાબો જણાવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ફોર્મ ભરવા અંગેના સવાલના જવાબ જોવા માટે અહીં ક્લિક કરો

કોણ-કોણ અરજી કરી શકે, ઉંમર મર્યાદા અંગે પ્રશ્નોના જવાબ જોવા અહીં ક્લિક કરો
 

ADVERTISEMENT

હસમુખ પટેલે વીડિયોથી આપ્યા સવાલના જવાબ


 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT