ગુજરાતમાં ગરીબી વધી, રાજ્યમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાથી નીચે જીવે છે

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જિલ્લાવાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની માહિતી માગવામાં આવી હતી. જેમાં 0 થી 16 ગુણાંકમાં આવતા પરિવાર અને 17 થી 20 ગુણાંકમાં આવતા પરિવારની સંખ્યાની માહિતી માંગવામાં આવી હતી. ત્યારે આ પ્રશ્નનના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રમાણે ગરીબી રેખા નીચે જીવતા પરિવારની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. જેમાં 0 થી 6 ગણાંકમાં આવતા 15.61 લાખ પરિવાર છે જ્યારે 17 થી 20 ગુણાંકમાં આવતા 14.33 લાખ પરિવાર છે. બે વર્ષમાં 29 જિલ્લાઓમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાં 1359નો વધારો થયો છે જ્યારે માત્ર 11 પરીવારોનો જ ઘટાડો થયો છે.

રાજ્યમાં 0 થી 20 ધરાવતાં બીપીએલ પરિવારોની સંખ્યા 31,67,211 છે, તે પૈકી 29 જિલ્લાઓમાં 0 થી 16 ગુણાંકવાળા પરિવારોની સંખ્યા 15,61,418 અને 17 થી 20 ગુણાંકવાળા પરિવારોની સંખ્યા 14,33,925 છે.રાજ્યમાં બી.પી.એલ. યાદી માટે સર્વે છેલ્લે વર્ષ 2002-03 માં કરવામાં આવ્યો હતો. હાલમાં રાજ્યમાં 0 થી 20 ધરાવતાં બીપીએલ પરિવારોની સંખ્યા 31,67,211 છે.

રાજ્યની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખા હેઠળ
બે વર્ષમાં 29 જિલ્લાઓમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાં 1359નો વધારો થયો છે જ્યારે માત્ર 11 પરીવારોનો જ ઘટાડો થયો છે. ગરીબોની સંખ્યામાં સતત વધારો થાય છે. આમ, રાજ્યમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાથી નીચે જીવે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: 7 સેકન્ડમાં જ સુરતનો કુલિંગ ટાવર થયો જમીનદોસ્ત, જુઓ Video

રાજ્ય સરકારના દાવા પોકળ
રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 31,67,211 બીપીએલ પરીવારોની સંખ્યા હતી તેમાં બે વર્ષમાં 29 જિલ્લાઓમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાં 1359નો વધારો થયો છે. રાજ્ય સરકાર ગુજરાત વિકાસની હરણફાળ ભરી હોવાના દાવાઓની વચ્ચે વાયબ્રન્ટ ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT