Dakor Temple: ‘ભગવાન પ્રેમના ભૂખ્યા છે, ટ્રસ્ટી પૈસાના ભૂખ્યા છે’, ડાકોરમાં VIP દર્શનના નિર્ણયનો ભારે વિરોધ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dakor Temple News: ડાકોરમાં સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે VIP કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કાળિયા ઠાકોરના નજીકથી દર્શન કરવા માટે રૂ.500નો VIP ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તો મહિલાઓની લાઈનમાં ઊભા રહીને પુરુષોને દર્શન કરવા માટે 250નો ચાર્જ મંદિર કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. તો આ નિર્ણયનો ભક્તો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો પણ ડાકોર મંદિરમાં પહોંચ્યા હતા.

ડાકોરમાં દર્શન માટે VIP ચાર્જનો વિરોધ

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ગુરુવારે કમિટીના તમામ સભ્યોના સર્વાનુમતે જે VIP દર્શનનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. તેનો હિન્દુ સંગઠનો જ વિરોધ કરી રહ્યા છે. આજે શનિવારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો ડાકોર મંદિરમાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું.

સાંજ સુધીમાં નિર્ણય પાછો ખેંચવા અલ્ટીમેટમ

આવેદનમાં જણાવ્યા અનુસાર સાંજે છ વાગ્યા સુધીમાં જો આ VIP ચાર્જનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એસોસિયેશનના સરપંચો અને યુવાનો દ્વારા આ નિર્ણયને મનસ્વી નિર્ણય ગણાવવામાં આવ્યો છે. સાથે જ ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા, તમે પૈસાના ભૂખ્યા’ ના નારા લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

‘લોકો 10 હજાર આપીને ભગવાનને ઘરે બોલાવી લેશે’

યુવા ક્ષત્રિય સેના ખેડા જિલ્લા ઉપપ્રમુખ પરમાર અક્ષયસિંહના જણાવ્યા અનુસાર , “ડાકોર મંદિરમાં VIP દર્શનનો જે નિર્ણય લીધો છે, કમિટીના મેનેજર એવું કહે છે કે, જેને ભગવાન પાસે જઈને દર્શન કરવા હોય એની માટે છે. તો શું બીજા કોઈને ભગવાન જોડે જવું નથી. તો આવું હોય તો ભગવાન મંદિરમાં રેહવાના જ નથી. તો લોકો ઘેર બેઠા ભગવાનને પોતાના ઘેર બોલાવી લેશે કે લો, ભગવાનને 10 હજાર રૂપિયા આપી દેશે કે લો ભગવાન ઘેર આવી જાવ. આવો કેવો નિર્ણય? જો આ નિર્ણય સાંજે 6 વાગ્યા સુધી પાછો નહીં ખેંચાય તો અમે બધા અહી ઉપવાસ આંદોલન પર બેસીશું.”

(વિથ ઈનપુટ: હેતાલી શાહ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT