પી.ટી જાડેજાનું સંકલન સમિતિમાંથી રાજીનામું? સમિતિને ગદ્દાર ગણાવી કહ્યું- ટૂંક સમયમાં પર્દાફાશ કરીશ

ADVERTISEMENT

PT Jadeja
PT Jadeja
social share
google news

kshatriya Sankalan Samiti: ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં વધુ એક ફાંટો પડ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યએ અચાનક સૂર બદલ્યા છે અને સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધાની ચર્ચા થઈ હતી. હવે આ અંગે પી.ટી જાડેજાએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું નથી આપ્યું અને અપીશ પણ નહીં. હકીકતમાં ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં કેટલાક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં કથિત રીતે પી.ટી જાડેજા સંકલન સમિતિને ગદ્દાર ગણાવી રહ્યા છે સભ્યો પર ગંભીર આરોપ કરી રહ્યા છે.

સંકલન સમિતિ સામે પી.ટી જાડેજાના આરોપ

વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં પી.ટી જાડેજા કથિત રીકે ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર કરીને સમિતિના સભ્યોએ કરેલા ખોટા ધંધાના પુરાવા તેમની પાસે હોવાનો દાવો કર્યો છે. તેઓ કહે છે કે, મારે કોર કમિટી કે સંકલન સમિતિની કોઈ જરૂર નથી. હું સંકલન સમિતિને ખુલ્લી પાડીશ. હું ટૂંક સમયમાં મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શું કર્યું છે. 

પી.ટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ

હાલમાં પી.ટી જાડેજાની આ કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતા મોટો ખળભળાટ મચી ગયો છે. પી.ટી જાડેજા રાજકોટ સહિત અનેક સંમેલનમાં ભાજપ અને પરષોત્તમ રૂપાલા સામે હૂંકાર ભરી ચૂક્યા છે. જોકે અચાનક હવે તેમના સંકલન સમિતિ સામેના બોલથી ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનમાં ફરી એકવાર ફાંટા પડ્યા છે. આ પહેલા પદ્મિનીબા વાળાએ પણ સંકલન સમિતિ સામે કેટલાક આરોપ લગાવીને નારાજગી દર્શાવી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT