આગામી 7 દિવસ...: ગુજરાતીઓ સાવધાન, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી

ADVERTISEMENT

 Gujarat Weather Update
હવામાન વિભાગની 'ભારે' આગાહી
social share
google news

Gujarat Weather Update: ગુજરાત ઉનાળો બરાબરનો જામ્યો છે. સૂરજદાદા પ્રકોપ વરસાવી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સ્થાનિકો બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં 7 વરસાદની આગાહી કરી છે. સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે પવન ફૂંકાવવાની અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. વીજળીના કડાકાભડાકા સાથે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાથી હળવા વરસાદની શક્યતા છે. રાજસ્થાન ઉપર બે સિસ્ટમ, મધ્યપ્રદેશ પર એક અને અરબ સાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હળવો વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. 

આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. તો આવતીકાલે 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. 

ADVERTISEMENT

ભારે પવન પણ ફૂંકાઈ શકે છે

13 મેના રોજ પણ આ તમામ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો 14 મેના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. પ્રીમોન્સૂન એક્ટિવિટીના કરણે આગામી 7 દિવસ હળવા વરસાદની સાથે વીજળીના કડાકાભડાકા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતો પવન ફૂંકાઈ શકે છે. 

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ ઉપરાંત હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT