Gujarat Rain Updates: પોલીસને મળ્યા લોકોના આશીર્વાદ, મહી નદીના પૂરમાં ફસાયેલાઓના બચાવ્યા જીવ - gujarat rain updates gujarat police saved the lives of people trapped in mahi river flood - GujaratTAK
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Gujarat Rain Updates: પોલીસને મળ્યા લોકોના આશીર્વાદ, મહી નદીના પૂરમાં ફસાયેલાઓના બચાવ્યા જીવ

Gujarat Rain Updates: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ માંથી 10.5 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા તેવા સમયે મહીસાગર જિલ્લા પોલીસ અનેક નીચાણવાળા વિસ્તારો માટે દેવદૂત બની મહી હતી અને પોલીસે જિલ્લાના અનેક જગ્યાઓ પર ફસાયેલા લોકોનુ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા હતા તેમજ મહી નદીના પૂરમાં ફસાયેલા તેમજ નદી […]

Gujarat Rain Updates: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ માંથી 10.5 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા તેવા સમયે મહીસાગર જિલ્લા પોલીસ અનેક નીચાણવાળા વિસ્તારો માટે દેવદૂત બની મહી હતી અને પોલીસે જિલ્લાના અનેક જગ્યાઓ પર ફસાયેલા લોકોનુ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા હતા તેમજ મહી નદીના પૂરમાં ફસાયેલા તેમજ નદી કિનારે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા

રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પાણી ભરાતા મહીસાગર જિલ્લા પોલીસે બચાવ કામગરી કરી હતી અને સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે 8 લોકોનુ સંતરામપુર પોલીસએ સફળ રેસ્ક્યુ કર્યું હતું સાથે સાથે રાજસ્થાનના આનંદ પૂરી રોડ નું કામ કરતા મજૂરો જે બોટ સાથે તણાય અને ખેડાપા બેટ તરફ આવ્યા હતાં તેમને પણ રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.

ફોન પર જાણકારી મળી કે 8 વ્યક્તિ ફસાયા છે અને પછી…

જિલ્લા તંત્રને ટેલીફોનથી સંદેશો મળ્યો હતો કે બેટ વિસ્તાર ખેડાપા ગામે ટેકરી ઉપર ૮ આઠ વ્યક્તિઓ ફસાયેલ છે અને હાલમાં સુરક્ષિત છે, તેવા મેસેજ હતા. જેથી વહીવટી તંત્રની ટીમ સાથે સંતરામપુર પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથધરી બોટ દ્વારા ૮ વ્યક્તિનું રેસ્ક્યું કરી સહીસલામત રીતે બહાર લાવી હતી. જેમાં (૧) માનસિંગ કાના પારગી (૨) મણીબેન માનસિંગ પારગી (૩) શકુંતલાબેન માનસિંગ પારગી (૪) ચંદ્રિકાબેન માનસિંગ પારગી (૫) જયદીપ માનસિંગ પારગી (૬) લક્ષ્મ કાના પારગી (૭) અંબાબેન લક્ષ્મણ પારગી (૮) બાપુભાઇ કાનાભાઈ પારગી તમામ રે.ખેડાપા નો સમાવેશ થાય છે.

New Parliament: નરહરી અમીન ફોટો સેશનમાં થઈ ગયા બેભાન, Video

રાજસ્થાનથી તણાતા આવ્યા ગુજરાત, પોલીસે બચાવ્યા

તેમજ રાજસ્થાનમાં જ્યાં મહીસાગર નદી ઉપર પુલ બનાવવાનું કામ ચાલતું હતું જે સ્થળેથી કન્ટ્રકશનની બોટ માલ સામાન સાથે ત્રણ વ્યક્તિ તણાઈને બેટ વિસ્તાર ખેડપા ગામે આવી હતી. જે ત્રણ બિહારી વ્યક્તિઓનું રેસક્યું કરી સહીસલામત બહાર કાઢ્યા હતા. જેમાં (૧) જયરામ કૈલાસ સહાની (૨) ઉમેશ શંકર સહાની (૩) તિવારી ધુરન સાહા તમામ રે. બિહારના લોકોના જીવ પણ પોલીસે રેસક્યું કરી બચાવ્યા હતા અને પોલીસ આ તમામ માટે દેવદૂત બની હતી. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોનું રેસ્ક્યું કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હાલ કડાણા ડેમમાંથી પાણી છોડવાનું નહિવત કરવામાં આવતા અને મહી નદીના પાણી ઓસરતાં લોકોએ હાસકારો અનુભવ્યો છે.

(વીરેન જોશી.મહીસાગર)

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…