ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની મળી બેઠક, સરકાર સામે લડી લેવા રણનીતિ ઘડી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે.  ત્યારે  વિધાનસભાની ચૂંટણી બાદ હવે પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે. આજે પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની ગાંધીનગર બેઠક ખાતે બેઠક મળી  હતી. આ બેઠકમાં બાબુભાઈ શાહ, દિલીપ સંઘાણી, જસાભાઈ બારડ સહિત ના પૂર્વ ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા  હતા. બેઠકમાં સરકારને ઘેરવાનો તખ્તો તૈયાર કર્યો છે.  પૂર્વ ધારાસભ્યને પેંશન જેવી સુવિધાઓ આપવામાં નહીં આવે તો કાયદાકીય રૂટ લડત આપવા માટેની ચીમકી EX MLA કાઉન્સિલે ઉચ્ચારી છે.

આજે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યોની 49 મી કારોબારી બેઠક મળી હતી. પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની 26 મી જનરલ સભા મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પુર્વ ધારાસભ્યોને પેંશન આપવા માટે પણ સરકારને રજુઆત કરવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજયના પૂર્વ ધારાસભ્યોને કોઈ પ્રકારની વ્યવસ્થા અને સુવિધાઓ સરકારી તંત્ર પાસેથી પ્રાપ્ત થતી નથી ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યની કાઉન્સિલ સરકાર સાથે મંત્રણા કરીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અનેક બેઠક કરી છે. પરંતુ  કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે રાજ્યમાં પૂર્વ ધારાસભ્યની આજે ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં જો સરકાર સાથે ચર્ચા બાદ પણ પૂર્વ ધારાસભ્યને પેંશન જેવી સુવિધાઓ આપવામાં નહીં આવે તો કાયદાકીય રૂટ લડત આપવા માટેની ચીમકી કાઉન્સિલે ઉચ્ચારી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: પઠાણ ફિલ્મને લઈને હુમલો કરવાની ધમકી આપે છેઃ મલ્ટીપ્લેક્શ એસો.ને CM ભૂપેન્દ્ર પટેલના દ્વાર ખટખટાવ્યા

પેન્શન માટે કાયદાકીય લડત આપવા તૈયાર
દેશના તમામ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે પણ ગુજરાતમાં પેંશન આપવામાં આવતું નથી. જેથી તાત્કાલિક ધોરણે સરકાર અને વિધાનસભા ગૃહ નિર્ણય કરે. જો નિર્ણય નહીં કરવામાં આવે તો કાયદાકીય રીતે પણ વર્ષ 2023 ના અંત સુધીમાં અમે આ મુદ્દાનો નિવેડો લાવીશું તેમ ગુજરાત પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલ આગેવાન બાબુ મેઘજી શાહે જણાવ્યું હતું.

ADVERTISEMENT

કાઉન્સિલના સભ્યો ફરી ધારાસભ્ય બનતા કરાયું સન્માન 
ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યોની 49 મી કારોબારી બેઠક મળી હતી. તેમા ર્વ ધારાસભ્ય કાઉન્સિલના સભ્યો ફરી ધારાસભ્ય બન્યા છે.  3 ધારાસભ્યો 2022 ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા છે. જેથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બાબુભાઈ શાહ, દિલીપ સંઘાણી, જસાભાઈ બારડ સહિત ના પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યોને અત્યાર સુધી કોઈ પણ મેડિકલ બિલની સુવિધા પ્રાપ્ત થતી ન હતી ત્યારે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વર્તમાન ધારાસભ્ય સહિત ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યોને પણ ખાનગી હોસ્પિટલમાં 15,00,000 સુધીની મેડિકલ બિલની સુવિધા આપવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ખાસ પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT