MS Dhoni in IPL 2024: IPL પહેલા ધોનીએ કરી જાહેરાત... આ સીઝનથી નવા રોલમાં જોવા મળશે

ADVERTISEMENT

ધોનીની ફાઈલ તસવીર
ધોનીની ફાઈલ તસવીર
social share
google news

MS Dhoni New Role in IPL 2024: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સસ્પેન્સ વધારી દીધું છે. ધોનીએ સંકેત આપ્યો છે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. તેની આ પોસ્ટે ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે.

ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'નવી સીઝન અને નવા 'રોલ'ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!' આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નથી. આવી સ્થિતિમાં ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે.

આ પણ વાંચો: IND vs PAK WC: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે પડાપડી, કિંમત 1.86 કરોડ સુધી પહોંચી

ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 5 વખત ખિતાબ જીત્યો

તમને જણાવી દઈએ કે 42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ તે IPLમાં રમી રહ્યો છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ખિતાબ જીતી ચૂકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: Anant-Radhika ના 3 દિવસના પ્રી-વેડિંગ ફંક્શનમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો? જાણીને ચોંકી જશો

પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીના નામે 3 ICC ટ્રોફી

ધોનીના નામે 3 ICC ટ્રોફી છે (2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી), તે આવું કરનાર એકમાત્ર કેપ્ટન છે. તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડમાં તે રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ) સાથે સંયુક્ત રીતે ટોચ પર છે.

માહી ભારતીય ટીમનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 60 ટેસ્ટ, 200 વનડે અને 72 T20 ઈન્ટરનેશનલ મેચમાં વિકેટ કીપિંગ કરી છે. તેની પાસે આ રેકોર્ડ અલગ-અલગ ફોર્મેટમાં છે. એક જ ODI મેચમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ સ્કોર (અણનમ 183) બનાવવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. આ રેકોર્ડ 31 ઓક્ટોબર 2005ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમતી વખતે બન્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT