15 દિવસ બાદ Mohammad Shami ના ટાંકા તૂટ્યા, સર્જરી બાદ ક્રિકેટરે ફેન્સને આપી હેલ્થ અપડેટ

ADVERTISEMENT

Mohammad shami
Mohammad shami
social share
google news

Mohammed Shami Recovery Update: ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીની સર્જરી બાદ હવે કેવી હાલત છે? આ વિશે ક્રિકેટરે પોતે જ પોતાની હેલ્થ અપડેટ ફેન્સ સાથે શેર કરી છે. શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની રિકવરીની પ્રગતિ વિશે માહિતી આપી હતી. શમીએ ત્રણ ફોટા શેર કર્યા છે, જેમાં તેણે પોતાની હીલ્સના ફોટા પણ ચાહકો સાથે શેર કર્યા છે.

શમીએ ઓપરેશન બાદ હેલ્થ અપડેટ આપી

શમીએ X પર લખ્યું- બધાને નમસ્તે, હું તમને મારી રિકવરી પ્રોગ્રેસ વિશે અપડેટ આપવા માંગુ છું. મારા ઓપરેશનને 15 દિવસ થયા છે અને મારા ટાંકા તાજેતરમાં દૂર કરવામાં આવ્યા છે, મેં કરેલી પ્રગતિ માટે હું આભારી છું, હવે હું મારી આગળની સારવારની રાહ જોઈ રહ્યો છું. મોહમ્મદ શમીને જમણી એડીમાં સમસ્યા હતી, જેના કારણે તેની 26 ફેબ્રુઆરી 2024ના રોજ સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. હાલમાં BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે, શમી ઈજાના કારણે IPL 2024માં રમી શકશે નહીં. 

આ પણ વાંચો: ICC Test Ranking જાહેર: ભારતનો આ મેજિક સ્પિનર દુનિયાનો નંબર બોલર બન્યો

હવે ક્યારે રમતા દેખાશે મોહમ્મદ શમી?

તાજેતરના અહેવાલો અનુસાર, આ સર્જરી પછી, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ (ઓક્ટોબર-નવેમ્બર) સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ મેચ પહેલા તે વાપસી કરી શકે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં હવે તે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં રમતા જોવા મળી શકે છે. શમી ટી-20 વર્લ્ડ કપ 2024માં રમી શકશે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

શમી છેલ્લે વર્લ્ડ કપ 2023માં રમ્યો હતો

શમી ભારત તરફથી છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો. શમીએ વર્લ્ડ કપ 2023ની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે આ ટૂર્નામેન્ટમાં પીડા હોવા છતાં રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. તાજેતરમાં જ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: Vadodara: પાટીલની સભામાં સરપંચ બગડ્યા, સ્કૂલ માટે રજૂઆત કરતા કાર્યકરોએ હાથ પકડીને બહાર કાઢ્યા

IPL 2023માં પણ શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું

શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. શમીની આઈપીએલ કારકિર્દી જબરદસ્ત રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT