Vadodara: પાટીલની સભામાં સરપંચ બગડ્યા, સ્કૂલ માટે રજૂઆત કરતા કાર્યકરોએ હાથ પકડીને બહાર કાઢ્યા

ADVERTISEMENT

CR Patil
CR Patil
social share
google news

Vadodara News: વડોદરા ખાતે જિલ્લા ભાજપાના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. જો કે આ કાર્યક્રમમાં એક તરફ પ્રદેશ અધ્યક્ષનું  ભાષણ શરૂ થયું હતું ત્યાં એક ગામના સરપંચ પોતાના ગામમાં શાળાના બાંધકામ માટે જાહેરમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. જોકે ત્યાર બાદ અન્ય કાર્યકરો આ સરપંચને પકડીને સાઈડમાં લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: દરેક પરિવારની એક મહિલાને 1 લાખ રૂપિયા, કોંગ્રેસે 'નારી ન્યાય ગેરંટી'ની કરી જાહેરાત; જાણો 5 મોટી ઘોષણાઓ

પાટીલની સભામાં સરપંચ લાલઘુમ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે જિલ્લા ભાજપાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભાષણ ચાલી રહ્યું હતું. ત્યારે જ વડોદરાના ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ વાળંદ મંચની સામે આવી ગયા હતા અને પોતાના ગામમાં શાળા નથી તેવી રજૂઆત કરી હતી. તેમણે પાટીલને ફરિયાદ કરી કે, કેટલીય રજૂઆત કરવા છતાં ગામમાં શાળા નથી અને બાળકોએ બીજે અભ્યાસ કરવા જવું પડે છે. 

આ પણ વાંચો: Semiconductor: સેમિકન્ડક્ટર શું છે અને ક્યાં-ક્યાં થાય છે તેનો ઉપયોગ? જાણો A to Z

ચાલુ ભાષણે ગામમાં શાળા બનાવવા રજૂઆત કરી

ત્યારે જાહેર મંચ પરથી પાટીલે શાળા બની જશે એમ જણાવ્યું હતું. જોકે તેમ છતા સરપંચે રજૂઆત કરવાનું ચાલું રાખતા પાટીલે સ્ટેજ પરથી કહી દીધું, એકવાર કહ્યું ને તમને...' આ બાદ ભાજપના જ અન્ય કાર્યકરો આ સરપંચને પકડીને સાઈડમાં લઈ ગયા હતા.

ADVERTISEMENT

1 વર્ષથી શાળા માટે રજૂઆત કરે છે સરપંચ

મીડિયા સાથે વાત કરતા સરપંચ કમલેશભાઈએ જણાવ્યું હતું કે, હું બે વર્ષથી ખટંબા ગામનો સરપંચ છું. હું છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરું છું. ગામની શાળા જર્જરિત છે. છોકરાઓને બહાર મોકલવા પડે છે વડોદરામાં, સ્કૂલના ઠેકાણા નથી એટલે પ્રાઈવેટ સ્કૂલો લાભ લઈ જાય છે. એટલા માટે મેં આ રજૂઆત કરી છે.

આ પણ વાંચો: Accident: જસદણમાં કાર બની કાળ, બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના કરૂણ મોત

    follow whatsapp

    ADVERTISEMENT