ICC Test Ranking જાહેર: ભારતનો આ મેજિક સ્પિનર દુનિયાનો નંબર બોલર બન્યો, રોહિત-જયસ્વાલની મોટી છલાંગ

ADVERTISEMENT

ICC Test Ranking
અશ્વિન બુમરાહથી નીકળ્યો આગળ
social share
google news

ICC Test Ranking: રવિચંદ્રન અશ્વિન હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબરનું પદ છીનવી લીધું. આ સાથે જ ભારતીય બેટ્સમેનોએ પણ તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ મોટી છલાંગ લગાવી છે.

રોહિત શર્મા હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. યશસ્વી જયસ્વાલને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેન સામેલ છે. રોહિત શર્મા હવે 5 સ્થાનની છલાંગ લગાવીને નંબર 6 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ હવે 2 સ્થાન આગળ વધીને 8માં નંબરે પહોંચી ગયો છે. આ સાથે જ ઈંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ સિરીઝમાંથી ગેરહાજર રહેલો વિરાટ કોહલી પણ ટેસ્ટ રેન્કિંગમાં 9માં નંબર પર છે. 

ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા

હાલમાં જો આપણે ભારતની ICC રેન્કિંગ પર નજર કરીએ તો તે ત્રણેય ફોર્મેટમાં એટલે ટેસ્ટ, ODI અને T20 ટીમમાં નંબર 1 પર છે. રવિચંદ્રન અશ્વિન પણ નંબર 1 ટેસ્ટ બોલર છે, જસપ્રીત બુમરાહ નંબર 3 ટેસ્ટ બોલર છે. આ સિવાય નંબર 1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ છે, 6ઠ્ઠા નંબર પર યશસ્વી જયસ્વાલ સમાન ફોર્મેટમાં છે. રવિન્દ્ર જાડેજાની વાત કરવામાં આવે તો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે. નંબર 2 ટેસ્ટ ઓલરાઉન્ડર અશ્વિન છે.

ADVERTISEMENT

અશ્વિન બુમરાહથી નીકળ્યો આગળ

પોતાની 100મી ટેસ્ટ મેચમાં નવ વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને જસપ્રિત બુમરાહને પાછળ છોડીને તાજેતરની ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. ઈંગ્લેન્ડ સામેની ધર્મશાલા ટેસ્ટ દરમિયાન, અશ્વિને પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધી અને પછી બીજી ઈનિંગમાં 36મી વખત પાંચ વિકેટ ઝડપી, ભારતને પાંચમી અને અંતિમ મેચમાં અદભૂત વિજય હાંસલ કરવામાં મદદ કરી હતી. 

    follow whatsapp

    ADVERTISEMENT