IPL 2024 શરૂ થતા પહેલા જ આ 9 ખેલાડીઓ બહાર થયા, Gujarat Titans માંથી આ બે ખેલાડી નહીં રમે

ADVERTISEMENT

IPL 2024
IPL 2024
social share
google news

IPL 2024 Unavailable Players List: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા પણ ઘણી ટીમોને એક પછી એક મોટા આંચકાઓ લાગી રહ્યા છે. અત્યાર સુધી, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, માર્ક વુડ, જેસન રોય અને હેરી બ્રુક સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ IPL 2024 સીઝનમાંથી બહાર થઈ ગયા છે.

આમાંથી કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે રમી શકશે નહીં. જ્યારે કેટલાકે કામના ભારણને કારણે પોતાના નામ પાછા ખેંચી લીધા છે. તેમની વચ્ચે કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે અંગત કારણોસર IPL ન રમવાનો નિર્ણય લીધો છે. ચાલો જાણીએ આ તમામ ખેલાડીઓ વિશે, જેઓ આ વખતે IPLની આખી સિઝન અથવા કેટલીક મેચો રમી શકશે નહીં...

આ પણ વાંચો: ICC Test Ranking જાહેર: ભારતનો આ મેજિક સ્પિનર દુનિયાનો નંબર બોલર બન્યો

ગુજરાતની ટીમમાંથી આ બે સ્ટાર ખેલાડીઓ નહીં રમે

મોહમ્મદ શમી પગની ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર છે. તે T20 વર્લ્ડ કપમાં પણ રમી શકશે નહીં. શમીએ તાજેતરમાં લંડનમાં સર્જરી કરાવી હતી. જો કે ગુજરાતની ટીમે હજુ તેના સ્થાને અન્ય ખેલાડીની જાહેરાત કરી નથી.

ADVERTISEMENT

આ સિવાય ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે પણ ગુજરાતની ટીમને ચોંકાવી દીધી છે. તે પ્રથમ 1 કે 2 મેચમાંથી બહાર થઈ જશે. તે ઘરેલુ શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટની ફાઈનલમાં રમશે. આ પછી જ તે ટીમ સાથે જોડાશે.

વર્ક લોડના કારણે આ ખેલાડીઓ પણ બહાર

કે.એલ રાહુલની કેપ્ટનશીપવાળી લખનૌ સુપર જાયન્ટ્સને પણ આંચકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડ પણ આઈપીએલમાં નહીં રમે. તેણે જૂનમાં ટી20 વર્લ્ડ કપ રમવાનો છે. આવી સ્થિતિમાં, ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડની વિનંતી પર, વુડે વર્કલોડ મેનેજમેન્ટને લઈને આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

ADVERTISEMENT

કૃષ્ણા સતત બીજી સિઝનમાં બહાર

IPL 2024 સીઝન પહેલા, સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ (RR)ને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે IPL સિઝનમાંથી બહાર છે. ઈજાના કારણે તે છેલ્લી આઈપીએલ પણ રમી શક્યો ન હતો. આ વખતે તે રણજી ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બહાર છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: 15 દિવસ બાદ Mohammad Shami ના ટાંકા તૂટ્યા, સર્જરી બાદ ક્રિકેટરે ફેન્સને આપી હેલ્થ અપડેટ

KKRમાંથી 2 ઈંગ્લિશ ખેલાડીઓ અચાનક બહાર

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા બે ઈંગ્લિશ ખેલાડીઓ જેસન રોય અને ગુસ એટકિન્સને પણ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. ઓપનર જેસન રોયે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જ્યારે એટકિન્સનને જૂનમાં T20 વર્લ્ડ કપ રમવાનો છે.

આવી સ્થિતિમાં, બોર્ડની વિનંતી પર, તેણે વર્કલોડ મેનેજમેન્ટને કારણે IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેસનના સ્થાને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને એટકિન્સનના સ્થાને શ્રીલંકાના દુષ્મંથા ચમીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધોનીની ટીમને પણ આંચકો લાગ્યો છે

ન્યુઝીલેન્ડના સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો આપ્યો છે. અંગૂઠામાં ઈજાના કારણે કોનવે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. તે લગભગ 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. તેના રિપ્લેસમેન્ટની હજુ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Munmun Dutta And Raj Anadkat: તારક મહેતાના 'બબીતાજી'એ 'ટપ્પુ' સાથે કરી લીધી સગાઈ?

હેરી બ્રુક પણ ટૂર્નામેન્ટ નહીં રમે

રિષભ પંતની દિલ્હી કેપિટલ્સને પણ મોટો ફટકો પડ્યો છે. ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક ટીમમાંથી બહાર થઈ ગયો છે, જેને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે દિલ્હીની ટીમ તેના રિપ્લેસમેન્ટની શોધમાં છે. બ્રુકે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

સૂર્યાએ મુંબઈનું ટેન્શન પણ વધાર્યું

T20 ક્રિકેટના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તેની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું ટેન્શન વધારી દીધું છે. હાલમાં તે સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં તેની હર્નિયાની સર્જરી થઈ હતી. તે હાલમાં એનસીએમાં છે. સૂર્યા મુંબઈની પ્રથમ બે મેચમાંથી બહાર રહી શકે છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT