MS Dhoni ને લઈને BCCI નો મોટો નિર્ણય, જર્સી નંબર-7 રિટાયર થશે, ખેલાડી માટે જારી થયું ફરમાન
MS Dhoni Jersey Number: ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે ધોની…
ADVERTISEMENT
MS Dhoni Jersey Number: ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે ધોની હજુ પણ IPL રમે છે. ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લીધો છે. ધોની એક ઉત્કૃષ્ટ કેપ્ટન અને એક ઉત્તમ ફિનિશર તરીકે ઓળખાય છે, આ સિવાય તેની ઓળખ એક નંબર તરીકે પણ થાય છે. ધોની તેના નંબર-7 માટે પણ જાણીતો છે. આ ધોનીનો જર્સી નંબર છે. BCCIએ આ અંગે મોટો નિર્ણય લીધો છે.
ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેની કપ્તાનીમાં ટીમે ફરી એકવાર 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી પરંતુ આ વખતે તે જીતી શકી નહોતી. ધોનીની કપ્તાનીમાં જ ભારતે વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.
જર્સી નંબર-7 નિવૃત્ત થશે
ઈન્ડિયન એક્સપ્રેસ અને એનડીટીવીની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ મુજબ, બીસીસીઆઈએ ધોનીની નંબર-7 જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસે પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે બીસીસીઆઈએ ખેલાડીઓને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ટીમ ઈન્ડિયામાં હોય ત્યારે 7 નંબરની જર્સી ન પહેરી શકે. ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અને વર્તમાન ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ જર્સી નંબર-7 નહીં પહેરી શકે. સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે BCCIએ ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
સચિનની જર્સી પણ નિવૃત્ત થઈ
જો કે, આ પહેલીવાર નથી જ્યારે બીસીસીઆઈએ તેના કોઈ ખેલાડીની જર્સી રિટાયર કરી હોય. આવું પહેલા પણ બન્યું છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 10 નંબરની જર્સી પહેરતા હતા. તેની જર્સી પણ BCCI દ્વારા નિવૃત્ત કરવામાં આવી હતી. શાર્દુલ ઠાકુરે તેની કારકિર્દીની શરૂઆતની કેટલીક મેચોમાં 10 નંબરની જર્સી પહેરી હતી અને ત્યારપછી તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ આ પછી આ જર્સીને રિટાયર કરવામાં આવી હતી.
ભારતમાં જર્સી નંબરને લઈને શું છે નિયમ
ICCના નિયમ મુજબ ખેલાડી એકથી 100 વચ્ચે કોઈપણ નંબરની જર્સી પહેરી શકે છે. પરંતુ ભારતમાં નિયમ કંઈક અલગ છે. હાલમાં 1થી 100 વચ્ચે 60 નંબર ટીમ ઈન્ડિયાના અલગ-અલગ ખેલાડી ઉપયોગ કરે છે. એવામાં જો કોઈ ખેલાડી એક અથવા તેથી વધુ વર્ષ માટે ટીમથી બહાર થાય છે તો તેનો નંબર અન્ય કોઈને નથી આપવામાં આવતો. ડેબ્યૂ કરનારા ખેલાડીને બાકીના નંબરમાંથી કોઈ એક પસંદ કરવો પડે છે.
ADVERTISEMENT
જયસ્વાલને નહોતી મળી મનપસંદ જર્સી
યશસ્વી જયસ્વાલને ડેબ્યૂ સમયે જર્સી નંબર 19 જોઈતો હતો. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે આ જર્સી નંબર સાથે રમે છે. જોકે આ નંબર ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિક પણ વાપરે છે. એવામાં જયસ્વાલને 64 નંબરનો ઉપયોગ કરવો પડ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT